આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૪ )

કીધા વિના તો છૂટકો નથી ત્યારે ભુંજીને વાવતા માં. જે કર્યા વિના ચાલે જ નહી તે તુરત કરવામાં ઘણો લાભ છે માટે તમારો શો જવાબ છે તે જલદીથી કહો.”

કરણ બોલ્યોઃ “અમે રજપૂત મોતથી બીહીતા નથી. અમે મરવાને જ આવેલા છીએ, તે જીવતા પાછા ઘેર જવાના નથી. અમે તમને, તમારા પાદશાહને, તમારા લશ્કરને ધિઃકારીએ છીએ, અમને સહાય કરનાર પરમેશ્વર છે. અમે એક તેનો ભરોંસે તથા સત્યને આધારે લડીએ છીએ. પછી જો હારીશું તો અમારાથી જેટલું બન્યું તેટલું કીધું એટલો જ અમને સંતોષ થશે. માટે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી દેવળદેવીને અમે કદી તમારે સ્વાધીન કરનાર નથી. કદી નહી, કદી નહી, કદી નહી, જો લેવી હોય તો આવીને લઈ જાઓ. એટલો જ મારો જવાબ છે, તે જેણે તમને મોકલ્યા હોય તેમને પહોંચાડજો.”

જાસૂસે જઈને અલફખાંને કરણનો જવાબ સંભળાવ્યો, તે ઉપરથી અલફખાંને ઘણોજ ક્રોધ ચઢ્યો, અને તેણે એકદમ કુચ કરી આ જુઠી હિંમતવાળા ઘેલા રજપૂતડાઓને મારીને હાંકી મૂકવાનો લશ્કરને હુકમ કીધો. મુસલમાન સીપાઇઓ સહેજ જીત મળશે, એવો પૂરો ભરોસો રાખી તથા કોઈક્ષુદ્ર પ્રાણીને પગતળે છુંદી નાંખવું હોય એટલી બેપરવાઈ રાખીને આગળ ચાલ્યા. પણ જ્યારે તેઓએ રજપૂતો પાસે નાકું છેડાવવાનો પ્રયત્ન કીધો ત્યારે તેઓને તેઓની ભૂલ માલમ પડી, દુશ્મન કાંઈ ધિ:કારવા લાયક ન હતા, પાસે આવતાં જ રજપૂતોએ એવો તાકીને તેઓના ઉપર બાણનો માર ચલાવ્યો કે મુસલમાન સીપાઈઓની હાર તુટી, તેઓ આશ્ચર્ય પામી ઉભા રહ્યા, અને આગળ જવાની તેઓમાં હિંમત રહી નહી. અલફખાંએ તેઓની હિમ્મત જાગૃત કરવાને ઘણી મહેનત કીધી, તથા તેઓને ઘણા સમજાવ્યા, પણ આ પહેલા જ સપાટાથી તેઓમાં એવી તો દેહેશત ભરાઈ ગઈ તથા આટલાં થોડાં માણસોની હિંમત જોઈને તેઓ એવા તે વિસ્મિત થયા કે તેઓ થોડી વાર સુધી જડ