આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૪ )

દેવાની રજા માગી. કરણે તેઓનો ઉપકાર માન્યો, અને પોતાને તથા પોતાની પુત્રીને વાસ્તે તેઓ આટલી લાંબી મુદત સુધી મહાભારત દુઃખ તથા નુકશાન વેઠીને રહ્યા તેને માટે તેઓને ઘણી જ સાબાશી આપી. કરણને તેઓના ઉપર ઘણી દયા આવતી હતી, અને તેઓ કહે છે તે સઘળી વાત ખરી છે એવી તેના મનમાં ખાતરી થઈ હતી. હવે જીતવાની આશા તો મુદ્દલ રહી જ ન હતી. સીપાઈઓ સઘળા આ જગત છોડીને જતા રહ્યા હતા, અને જીવતા રહેલા આ લોક અને પરલોકની વચ્ચે લટકતા હતા. તેઓ કાંઈ લડવા લાયક રહ્યા ન હતા, તેથી હવે કિલ્લામાં ભરાઈ રહેવું નિરર્થક છે, એમ તેને સાફ જણાયું, અને વધારે માણસોને મરતાં અટકાવવાને માટે તેણે લોકો પાસે એક રાતની મહોતલ માગી, અને બીજે દહાડે દરવાજા ઉઘાડા મૂકવાની તેમને રજા આપી. લોકો તે સાંભળીને સંતોષ પામી ઘેર ગયા, અને બીજા દહાડાની રાહ જોવા લાગ્યા. તેઓ ગયા પછી કરણ ઉંડા વિચારમાં પડ્યો, હવે શું કરવું ? અત્યાર સુધી તેને એવી આશા હતી કે થોડા દહાડામાં કિલ્લામાંનું અનાજ ખપી જશે, એટલે પોતે તથા પોતાની છેકરી બંને એક પછી એક અથવા સાથે ભુખથી મરી જશે, એટલે લડાઈ એની મેળે સંપૂર્ણ થશે. પણ તેમ થવાનો વખત આવ્યો નહી. લોકોએ તેટલી ધીરજ રાખી નહીં, હવે એક રાત વચ્ચે રહી તેમાં કાંઈ તેના ધાર્યા પ્રમાણે થવાનું ન હતું. માટે હવે શસ્ત્ર વડે બેમાંથી એકનો જીવ લીધા સિવાય બીજો કાંઈ ઉપાય રહ્યો નહીં. હવે બેમાંથી કોણે મરવું એ વાતને વિચાર રહ્યો. દેવળદેવીને મારવાનો આગળ કરણે વિચાર કીધો હતો, તેને કાપી નાંખવાને તેણે તલવાર ઉગામી હતી, પણ એ અસ્વાભાવિક કામ કરવા જતાં તેનું મન હઠી ગયું હતું. આવી બાળક છે કરીને શી રીતે મારી નંખાય ? માટે પોતે જ મરવું એ સારું છે, પોતાના જીવવાથી કાંઈ ફળ ન હતું; પોતે ઉમરે પણ પહોંચ્યો હતો, પોતાને સુખના દિવસ પાછા આવશે એવો સંભવ ન હતો; તેથી દુઃખમાં બાકીનાં વર્ષ કાઢવા કરતાં એકદમ આયુષ્યની દોરી તોડી નાંખવી એ સારૂં એમ તેણે નક્કી કીધું, તે રાત્રે બાર વાગતે જ્યારે કિલ્લામાં સઘળા ભર ઉંઘમાં હતા ત્યારે લુગડાં પહેરી એક