આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૬ )

અરબસ્તાનની તલવાર ઉછળી રહી. જુઆરની કાપણી થતી હોય તેમ સામસામેનાં માણસો કપાયાં. તે વખત “ અલ્લાહુ-અકબર” ની બીજી ચીસ સંભળાઈ, અને મુસલમાનોએ વધારે જુસ્સાથી હુમલો કીધો. તેની સામે હિન્દુઓથી ટકાયું નહીં. તેઓમાં ભંગાણ પડયું, ઘણાખરા જુદી જુદી દિશાઓ તરફ નાસવા લાગ્યા, દેવળદેવીના ઘોડાને એક તીર એવું તો જોરથી વાગ્યું કે તે તુરત મરણ પામ્યો, તથા તે પોતે બેહોશ થઈ જમીન ઉપર પડી. તેને લઈ જવાને વાસ્તે તેની દાસીઓ ચોતરફ વિંટળાઈ વળી. એટલામાં મુસલમાન સીપાઈ એાએ આવીને તેને ઘેરી લીધી. કેટલાએક તેની ખૂબસુરતી જોઈને છક થઈ ગયા, અને આ કોઈ બેહેસ્તની હુરી છે એમ તેને માની તેની સામું કેટલીક વાર સુધી તેમણે જોયાં કીધું, કેટલાએકને તો તેને જોઈને એટલો કામવેશ આવી ગયો કે તેને લઈ જઈ પોતાના ઝનાનખાનામાં રાખવાનું મન થયું. કોઈ બુઢ્ઢા સીપાઈએ કહેવા લાગ્યા કે ખુદાએ અમારા ઉપર મહેર કરી આ રંડી ઈહાં મોકલી દીધી છે, અમને રોટલી પકવવાની ઘણી આપદા પડે છે તે આ છોકરી આવે તો મટી જાય. કેટલાએક પૈસાના લોભી એવું વિચારવા લાગ્યા કે જો આ ખૂબસુરત છોકરી અમારા હાથમાં આવે તો દિલ્હીમાં એની ઘણી કિંમત ઉપજે, અને જન્મ સુધી ન્યાહાલ થઈ જવાય. એ પ્રમાણે જુદા જુદા માણસોએ જુદા જુદા અભિપ્રાય બાંધ્યા. “ એક રાંડ અને સો, સાંઢ,” તેના જેવી વાત થઈ, બધાને જ તેને લઈ જવાની મરજી, એટલે પરિણામ એવું થયું કે તેને સઘળા ઘસડવા લાગ્યા, અને એમ કરતાં કરતાં માંહેમાંહે કાપાકાપી ઉપર આવી ગયા. જે તલવાર દુશમન ઉપર ઉછળી હતી તે હમણાં પોતાના જાતભાઈ ઉપર વપરાઈ. એ ગડબડાટમાં એકાદ ઝટકો વાગ્યાથી દેવળદેવી તો ત્યાં જ નક્કી થઈ જાત, અને એવો વખત પણ ઘણી વાર આવ્યો હતો. તેની દાસીઓ રજપૂતોમાં રહેલી તેથી તેનું નામ કહી દેવા કરતાં તેને મરવા દેવી એવું વિચારીને મુંગી મુંગી ઉભી રહી, પણ પેલી ભટાણી જે જોડે હતી તેનાથી ઘણી વાર સુધી ચુપ રહેવાયું નહીં, એક વાર જ્યારે દેવળદેવી સહેજ બચી ગઈ તે વખતે તે બોલી ઉઠી, “અરે મુઆ