આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


આદીશ્વરને અંતરાય વિડંબ્યો, વર્ષ દિવસ રહ્યાં ભૂખે,
વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણી.

સાઠ સહસ્ત્ર સુત એક દિન મૂઆ, સામંત સૂરા જૈસા,
સગર હુઓ પુત્રે મહાદુઃખીઓ, કર્મતણા ફળ એસા રે, પ્રાણી.

બત્રીશ સહસ્ત્ર દેશનો સાહેબ, ચક્ર સનતકુમાર,
સોળ રોગ શ્રીરે ઉપન્યા, કરમે કીયો તસ ખુવાર રે. પ્રાણી.

સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો;
સોળ સહસ્ત્ર યક્ષો ઊભાં દીઠાં પણ જીણ હી નવિ રાખ્યો રે. પ્રાણી.

બ્રહ્મદત્ત નામે બારમો ચક્રી, કર્મે કીધો અંધો રે,
એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કર્મ મત બાંધો રે. પ્રાણી.

વીશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો,
એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી.

લક્ષ્મણ રામ મહાબળવંતા, વળી સત્યવંતી સીતા,
બાર વરસ લગે વનમાંહે ભમીયા, વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણી.

છપ્પ્ન ક્રોડ યાદવનો સાહેબ, કૃસ્ણ મહાબળી જાણી
અટવીમાંહિ એકલડો મૂએ, વલવલતો વિણ પાણી રે. પ્રાણી.

પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી,
બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભીખારી રે. પ્રાણી. ૧૦

સતીયે શિરોમણી દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નાર,
સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે. પ્રાણી. ૧૧

કર્મ હલકો કીધો હરિચંદને, વેંચી તારા રાણી,
બાર વરસ લગે માથે આણ્યું, ડુંબતણે ઘેર પાણી રે. પ્રાણી. ૧૨

દધિવાહન રાજાની બેટી, ચાલી ચંદનબાળા,
ચૌપદની પરે ચઉટે વેચાણી, કર્મતણા એ ચાળા રે. પ્રાણી. ૧૩