આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઊપર ડાક બંગલે જાય છે. સામાન મજૂર પાસે ઉપડાવી અમે ડાક બંગલે ગયા. ડાક બંગલો સાચવનાર પાસે બે ઓરડા ઉઘડાવ્યા. અને ત્યાં સરસામાન મૂકાવ્યો.

૧૬. ડાક બંગલામાં દસ બાર કમરા છે અને સળંગ એક લાંબી ઓસરી છે. ફળી મોટું અને સ્વચ્છ છે. ફળીને છેડે લાકડાની રેલીંગ છે અને રેલીંગથી જ શરૂ થતી એક ઊંડી ખાઇ છે, જેમાં જેલમ નદી ઘુઘવ્યા કરે છે. તે ખાઇ અને નદીની પેલીગમ, બંગલાની પાછળ અને ચોપાસ પર્વતોની હારો આવેલી છે.

૧૭. આ ઓસરીમાં રાવળપિંડીના કમીશ્નર લખતા બેઠા હતા, તેણે અમને જોતાંવેંતજ કહ્યું કે , “ દુમેલમાં દાણ ઊઘરાવનાર સિપાઈઓએ મને અને મડમ સાહેબને ઘણી અડચણ કરી છે. તેથી તેઓની એવી વર્તણુંક વિશે હું કાશ્મીરના રેસીડેન્ટ પર એક ફરિયાદ લખું છું. તમને તેઓ કાંઈ નડયા હતા ?” અમે કહ્યું. “ તેઓએ દાણ લેવા માટે તકરાર કરી હતી પણ અમે તેઓને કાંઇ આપ્યું નથી. અમારો સામાન એકકા અને માણસો પાછળ છે, તેઓને જો તેઓએ હેરાન કર્યા હશે તો અમે પણ રેસીડંટને એક કાગળ લખી ખબર આપશું અને તે કાગળ આપના કાગળ સાથે આપજ મોકલજો.

૧૮. આમ કહી તેજ ઓસરીમાં અમે ટેબલ પર ઘરના કાગળ લખવા બેસી ગયા. થોડાક કાગળ લખ્યા તેટલામાં માણસો આવી પહોંચ્યા અને લુલા વશરામ ખવાસે કહ્યું : "ભેસાં દુમેલમાં હેરાન થયાને ?" અમે પૂછ્યું, "શું થયું ?" ડાક્ટરે કહ્યું : "આપની ગાડી ચાલી ત્યાર પછી અમે તુરત જ એક્કા ચલાવ્યા પણ એક્કા દાણવાળાએ અટકાવ્યા. એકે આવી મને કહ્યું કે, 'દશ રૂપિયા મને આપે તો તેમાંથી પાંચ તમારા અને રીસીટ તમને દશ રૂપીયાની પૂરેપૂરી આપું'. આથી મેં કહ્યું : 'છી: એક પાઇ પણ નહિ મળે,' એક્કા પરાણે ચલાવ્યા પણ એક એક્કો જરા પાછળ રહી ગયો તેથી તેના કોચમેનને તેઓએ સખત માર માર્યો, પણ તે તેઓના હાથમાંથી છૂટી