આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એકદમ એક્કો દોડાવી ચાલ્યો આવ્યો. જો તે હરામખોરોએ આ પ્રમાણે ન કર્યું હોત તો તેઓની તકરારનીજ વાત અમે રેસીડંટને લખત નહિ, પણ આ પ્રમાણે થયું તેથી ઉપલી બધી હકીકત અને તેની સાથે કોહાલાના એક હવાલદારે અમને ઘણી સારી સગવડ કરી આપી હતી તે લખી, રાવળપિંડીના કમીશ્નરને કાશ્મીરના રેસીડંટ તરફ તે કાગળ રવાના કરવા આપી દીધો.

૧૯. અમે કમીશ્નર સાથે વાતચીત કરતા હતા અને સંધ્યા રાગથી અતિ રમણીય લાગતું તે અલૌકિક સૌંદર્ય આમતેમ આંખો ફેરવી આનંદ અને આશ્ચર્ય સહિત જોતા હતા તેટલામાં થાળી પીરસાઇ ગ‌ઇ તેથી જમવા ગયા.

૨૦. સવારે વહેલું ચાલવું હતું તેથી જમીને જલદી બીછાનાનો સંગ કર્યો.

૨૧. આ વખત તો કોહાલામાં શાન્તિથી આ પ્રમાણે સૂઇ રહ્યા, પણ કાશ્મીર જતી વખતે ત્યાં શું થયું તે હવે જરા લખું:

૨૨. મસુરી (મરીહીલ)થી નામનાજ જમીને બપોરે ચાલ્યા હતા. ખરેખાત જ 'નામનાજ જમીને', કેમકે, ઘીથી દરેક વસ્તુ વૈદરાજ ઝંડુભટના સુદર્શન અથવા હાવર્ડ ક્વિનાઇન જેવી કડવી થઇ ગઇ હતી ! આ ખાવાથી તાવ આવતો અટકવાનો નથી એમ ધારી કાંઇ મ્હોંમાં પણ નાખ્યું નહોતું. ચા પીધા પછી ચાલવાનું નક્કી કર્યું પણ તેપણ ઢોળાઇ ગયો અને વધારે દૂધ ન મળે; ઊનું પાણી પીવાની કોઇને ઇચ્છા થઈ નહિ. ઇશ્વરનીજ ઈચ્છા આજ અહિં પેટ ભરવા દેવાની નથી, તો બીજે ક્યાંઇ જમી લેશું એમ વિચારી અમે ગાડીમાં બેસી ભુખ્યા, મરીહીલ છોડ્યું. 'કાશ્મીરની મુસાફરીનો આ બીજોજ દિવસ હતો, તેથી ત્યાંના ગામડાં કેવાં છે, ત્યાં શું શું મળે છે અને શું શું મળતું નથી તેથી અજાણ્યા હતા. ડુંગરનો રસ્તો વિકટ હોવાથી ગાડી પડી જશે એવી ધાસ્તીથી કોઇ વખતે ખુશીથી અને કોઇ વખતે ઘોડા અટક્યાથી મરજી ઉપરાંત પગ ઘસડવા પડતા હતા. પેટમાં તો