આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લીધેલાં થ‌ઇ રહેવા આવેલાં પાન ચાવ્યાં અને કૂચ કરવાની પાછી તઈયારી કરી ચાલ્યા. શી ઝાડની સુંદર ઘટા ! કેવી ઠંડી પવનની લહર ! કેવા રમણીય દેખાવ !

૬. મરિ હીલપર રહેતા સોલજરોની બંદુકોના બહાર સંભળાવા લાગ્યા તેથી જાણ્યું કે હવે અમે મસુરી પહોંચી ગયા છીએ. આ ડુંગરની ઉપલી સપાટી જ્યાં શહેર છે તે સમુદ્રની સપાટીથી સાત હજાર ફીટ ઉંચી છે તેથી હવા ઘણી ઠંડી રહે છે. આટલા ભાગમાં પાઈન અને સરોના વૃક્ષોની ઘણીજ સુંદર ઘટા છે, અને આ દરેક ઝાડ ઉપર શેવાળના બબે ત્રણ ત્રણ ઇંચ દળ જામેલા રહે છે. આવાં ઉંચા વૃક્ષો અમે ક્યાંઇ જોયાં નથી. પાઇનના કેટલાક સોટા એક્સો ફીટ અથવા તેથી પણ વધારે ઉંચા હશે. ખરેખાત સ્વર્ગનાંજ વૃક્ષો ! આ સ્વર્ગનાં વાવટાની છાંયામાં આવ્યા કે શીતલતા ઘણીજ વધી ગ‌ઇ. ઠંડી વધી, ગરમ કપડાં પહેર્યાં.

૭. સાંજના ત્રણવાગે મસુરીના ડાક બંગલા પાસે જ્યાં ગાડીઓ અને એક્કા ઉભા રહે છે ત્યાં પહોંચી ગયા. આ જગ્યાને સનિબેંક કહે છે. ગાડીપરથી ઉતરી, ઘોડાપર હાથ ફેરવી, શાબાશી આપી, આળસ મરડી ટેકરીનાં એક ખૂણાપર ડાક બંગલો છે તેમાં ઉતારો કર્યો.

૮. અમે કાગળ લખવા બેઠા અને ડાક બંગલાના એક માણસને