આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવ્યું. ગાડી જોસમાં રડી જતી હતી. "ગાડી હમણાં ખાઇમાં ચાલી, હવે રામ રામ, કુદકો મારીએ તોપણ તે જ ખાઈ આડી આવે છે, દુનિયાને પ્રણામ" એમ વિચાર કરતા હતા તેટલામાં કોચમેને એકદમ ડાબી લગામ ખેંચી અને ગાડી રોકવા કોશીશ કરી, પણ તેનાં બે પઇ ગટરમાં પડી ગયાં અને પરવતમાં ગાડી અટકી ગ‌ઇ ! જો જમણી તરફ અથવા સીધી જરા વધારે ચાલત તો પછી કોઈ પાછું કાઠીયાવાડ જાત નહીં ’પરમાત્મા પલમાં ચાહે સો કરે.’

૪. ટેંટ નામનું ગામ આવ્યું. ઢોળાવનો ઘણો ભાગ ઊતરી ગયા, ઘોડાને વીસામો આપ્યો.

૫. મરી હીલ જતી વખતે અહીં ઘોડા બદલાવવા હતા પણ ઉપર લખ્યા પ્રમાણે તેમ બની શક્યું નહોતું. ઘોડા બદલાવતાં અને તે જોડ અટકી તેથી પાછી અગાડીનીજ ઘોડાની જોડ જોડતાં જેટલો વખત ગયો તેટલો વખત અમે જરા અગાડી ચાલી છવીશ માઈલના પાટીયાં નીચે એક પથરા પર થોડો વખત બેઠા હતા, અને ત્યા દુનીયાંની વાતો કરી આનંદ મેળવ્યો હતો. ગીગાભાઇ, બાલુભાઇ, અને હું એ ત્રણજ જણા હતા. બીજા બધા પાછળ ગાડી પાસે હતા. આ જગ્યા ખરેખાત કોઇ મનસ્વી અથવા તપસ્વીને યોગ્ય છે. ઉપર હાથી હાથી જેવડા મોટા પથરા છે, તેમાં ઘાડ ઘુઘવતું અંધારૂં, લીલું, શીતલ, સુગંધી, રમણીય, ભવ્ય અને મોટું જંગલ છે, છાયા ઘણીજ મનોહર છે, દેખાવ ઘણોજ સુશોભિત છે, ખીણ ઘણીજ ઊંડી છે. પર્વતો ઘણાજ ઊંચા છે. આ જગ્યા પર કોણ જાણે મને સ્વાભાવિકજ નિષ્કારણ પ્રેમ ઉત્પન્ન થાય છે અને તેથી વર્ણન લખવું એ અસંભવિત છે કેમકે તેને વિષે હું જે કાંઈ લખીશ તે મને ઓછુંજ લાગશે. તેને હું કૈલાશથી પણ વધારે સુખકર અને સ્વર્ગથી પણ વધારે સુંદર માનું છું.

૬. અમારા વિશ્રામ સ્થાનને પ્રેમ સાથે પ્રણામ કરી ટેંટ છોડ્યું. તે છોડ્યું ત્યારે એક મિત્રથી જુદા પડતાં જેટલું દુઃખ થાય તેટલું