આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૮)શારદાચરણનું ભોપાળુ.



સ્ટીમરમાં બેસીને હું ખુલના ( બંગાળા પ્રાંતનું એક શહેર ) જતા હતા; સાથે મ્હારી સ્ત્રી હતી. કૅમિત રીઝર્વ ( ખાસ એરડી જૂદી) કરાવી રાખી હતી. આખા ખપેાર બન્ને જણાંએ સાથે બેસીને વાતચીતમાં ગાળ્યા. સંધ્યાકાળની થેડી વાર અગાઉ એ ઉંધી ગઈ. મ્હેં વિચાર કર્યાં, કે પુરસદ છે, તે ડેક’ ( તુતક ) ઉપર જઈને સંધ્યાના શીતળ વાયુનું સેવન કરૂં, { . એજ વખતે સ્ટીમર ( આગોપટ ) · માણિકદાહ ઘાટ છેડી ચૂકી હતી; કૅબીનની અંદર એડે મેડે એમ લાગતું હતું કે દહાડા આથમી ચૂક્યા છે, પણ બહાર જઇને જોયું તે જણાયું કે સૂર્યાસ્ત થવાને હજુ ઘણી વાર છે એટલે ‘ ડેક’ ઉપર જવાયું નહિ. આળ- સમાં ને આળસમાં ખાલી આમતેમ આંટા મારવા લાગ્યા. એવામાં કોઈ અજાણ્યા યુવકે મ્હારી પાસે આવી મ્હારે પગે પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યાં. દૂર જોવાને માટે રૅબીનમાંથી નીકળતી વખતે મ્હેં ચશ્મા ખલી નાંખ્યા હતા. ચસ્મા ખાલીને યુવકના મ્હાં તરફ હું તાકી રહ્યા. અગાઉ કાઈ દિવસ હૈને જોયા હોય એવું સાંભર્યું નહિ. એ આદમીની ઉમર ૨૫ વર્ષની હશે. શરીર એકવડું હતું, આખા ખેડેલી હતી, માથાના વાળ મ્હોટા હતા, કપડા ઉપરથી એ સાધારણુ સ્થિતિના માણસ હોય એમ જણાઈ આવતું હતું. ( ભવાં સંકેાચીને મ્હે હેને પૂછ્યું- હમે કાણુ છેt ? ” સાહેબ, મ્હારૂં નામ શ્રી શારદાચરણ ચટ્ટોપાધ્યાય. મ્હારૂં વતન ‘ કુમારખલિ’માં છે.