આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


લંકાની લાડીને ઘોઘાનો વર.
લંકા બલો સતોલની.
લાગ્યો તો તીર નહીં તો થોથું.
લાંચ ભાડું ને દખણાનો ઊધારો નહીં.
લાકડે માંકડું વળગાડાવું.
લાકડાની પુતળીથી ઘર ન ચાલે.
લીંબુંનું પાણી સઊમાં ભળે.
લોભીમાં ધુતારા જીવે.
લોઢી ઉપર છાંટો.
લુંટનો માલ (વીના કીંમતે વેંચાઅ)
વઈદકમાં રેચ ને જોતીશમાં ગ્રહણ (તુરત પારખું)
વઈદનાં મરત નહીં નેં જોશીનાં રાંડત નહીં.
વરને વરની ફુઈએ વખાણીઓ.
વર વીનાની જાન ન હોઅ.
વલાવા વીના બે જણ ચાલે (તુંબડું કે શીંઘડું)
વરનેં તો કન્યાનો લોભ અને જાંનઈઆને જમણનો.
વટેમારગું ને દાંણી રોકે કાં પાંણી રોકે.
વટેમારગુંની દઆ જાંણે તો વરશવાની વખત ન આવે.
વાંનરાને નીસાંણી આપી.
વાટું ઓશડ અને મુડ્યો જતી.
વાડ ચોરે કાલેરાં તારે રાખનાર કોણ.
વાડ વીના વેલા ન વધે.
વાદળની છાંઆં કેટલી ઘડી.
વાઘનાં ટોળાં ન હોઅ.
વા વાત લઈ જાઅ.
વાશીદામાં આંબેલું જાઅ.
વીનાસ કાલે વીપ્રત બુધી.
વીજળીને ઝબકારે મોતી પરોવી લેવું.
વીવા વીત્યો ને મોડ થાંભલે.
વીસ વાસા મોસાલના.
વીવાની ગાળ ધન ઘડીની.