આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના

આ કથનસપતશતી (એટલે કેહેવત ૭૦૦ સાતશે)ની ચોપડી શ્રી સુરત મધે રહીને સંવત ૧૯૦૬ના આસો મહીનામાં એ. કે. ફારબસ સાહેબશ્રીના કહાથી ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈએ લખી તેમાં ગુજરાતી લોકોમાં વાતચીત કરવામાં જે કહેવતો ચાલે છે, તે સંભારી સંભારીને લખી છે. તેનાં પ્રકારણ ત્રણ છે. પહેલા પ્રકરણમાં એક પદ અથવા વાતા જેવી કહેવતો છે. બીજા પ્રકરણમાં બે બે પદ જોડેલાં છે. ત્રીજામાં ચાર પદ જોડેલાં એવી કહેવતો છે. અશલ ગુજરાતમાં કોઈ કંકુબાઈ નામે સ્ત્રી હશે, ને બાઈ ઘણી કહેવતો બોલી જાણતી હશે. તેથી આદેશમાં કંકુબાઈની કહેવત સઘળી કહેવાએ છે. તે કહેવતો કેટલીએક તો વાતો ઊપરથી બનેલી છે, અને કેટલીએક કેવા લોકોએ કલપનાથી બનાવેલી છે તેની વાતો ઘણી ખરી પ્રસીદ્ધ છે.

જેમ કોઈ રાજા વનમાં ફરતે ઘણો તરશો થઓ તાહાંએક ખેતરમાં ખેડુ લોકોના છોકરા બે હતા. તેઓએ રાજાને પાણી લાવીને પાઉં તે ઉપરથી રાજાએ બંને જણને કહીઊ કે તમો મારી પાસે કાઈંક માગો પછી એક જાણે તો દુધ, દહીં ખાઈને શરીરે સારો થવા માટે ભેંશ માગી, અને બીજે તો અક્કસલ માગી પછી શહેરમાં જઈને રાજાએ એક છોકરાને ભેંશ આપી તે તો વરશ બે વરશ પછી મારી ગઈ અને બીજાને તો સારી વીદ્યા ભણાવી તેથી તેની ઘણી સારી અવસ્થા થઈ તે ઊપરથી કહેવત છે ને, (અક્ક્લ વડી કે ભેંશ)

એક ઠેકાણેથી એક બ્રાહ્મણ વાંણીઓ ને ગોસાંઈ એ ત્રણે જણ વચે શેલડીનો એક સાંઠો મળયો તેને વેંચણ વાંણીએ કરી. પ્રથમા પુંછડું કાપીને બ્રાહ્મણને આપ્યું ને કહીઊં જે અગ્રે અગ્રે વીપ્ર પછી થડ તથા મુલ કાપીને ગોંસાઈને આપાં; અને કહીઊ જે જટાલો તે જોગીનો ભાગ વચલો સારો ભાગ પોતે રાખ્યો ને કહીઉં જે વચેનું કંદ આરોગેતે નંદ ઊપર એ કહેવત ચે એ જ રીતે સઘળી કહેવાતોની વાતો લખીએ તો ચોપડીઓ ઘણી મહોટી થઈ જાય, વાસ્તે લખી નથી એમ જાંણવું.