આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જસો ન જાચે જામકું, એ ભાટનકી ટેક.
તેરે માગણ બોત હે, મેરે ભૂપ અનેક.
જેસાકું તેસા મિલ્યા, મલ્યા બામનકું નાઈ.
એકે દેખાઈ આરશી, એકે ઘંટ બજાઈ.
ટોપી ઘાલે ત્રણ ગુણ, નહી વેરો નહીં વેઠ.
બાવો બાવો સઊ કરે, સુખે ભરે પેટ.
ડાહાડી મુછો મુંડાવીને, નવરૂં કીધું મુખ,
શોભા સઘળી જતી રહી, પણ શીરાવીઆનું સુખ.
તરણું ન ચોરે બ્રંમચારી, આ પ્રતીવરતા છે માહરી,
ચોરી કરે બાવો તપધરી, માર ખાય વચમાં ઘરબારી.
તું કરજે તાડો અને, હું રાખીશ ટેક,
પરૂંણા ઊઠી ઘેર જશે, એટલે આપણે એકનાં એક.
તેજાનામાં તમાકું, વરણાગીમાં વાલ.
સભલાતું તે નજેઅરે દીઠું, આવ્યો કલી કાળ.
ત્યાગ મારગની વાતો કરવી, વીનતા ભેલું વસવું.
બંને વાત બને નહીં, લોટ ફાકવો ને ભસવું.
દેવ ગઆ દુવારકાં, પીર ગયા મકે,
ફીરંગીના રાજમાં, ઢેડ મારે ધકે.
પંડો પાડો કુતરો, ત્રણે જાતે કજાત,
નાગર કાગર કુતરો, ત્રણે જાત સુજાત
પહેલે દહાડે પરૂણો, બીજે દહાડે પઈ,
ત્રીજે દહાડે જે રહે, તેની અકલ ગઈ.
પાંચ કોશે પાલો વસે, દશ કોશે અસવાર,
કાંતો નારી કુભારજા, કાંતો કંથ ગમાર.
પીપલ પાંન ખરંત, હસતી કુંપલીઆં
અમ વીતાં તમ વીતશો, ધીરાં બાપડીઆં.
પરીગરજ મન ઓર હે, ટરી ગરજ મન ઓર.
ઊદેરાજ એહી મુલકમે, નાહી મનુંજકો ઠોર.
પાંણ પદારથ સુઘડ નર, વણ તોલે વેચાઅ.
જેમ જેમ ભૂમી પાટલે, મુલ ઘણેરાં થાઅ.
પઈશા મારા પરમેશર, અસ્ત્રી મારો ગરૂં.