આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આંધલો કહેભાઈ ચોર આવ્યા, નાગો કહે મને લુંટી લેશે.
આપ મુવા વીના સ્વરગ ન લેવાઅ.
આપ તેવા જગ.
આપ આપકી પકડીઓ મેં મેરી ફોડતા હું.
આભ ફાટે તહાં થીગડું ન દેવાઅ.
આવતી વઊ ને બેસતો રાજા (વખણાંઓ તો વખણાય)
આવે ઘોડા વેગે ને જાઅ કીડી વેગે (રોગ)
આટામાં લુંણ.
ઊકૈયડીને વધતે વાર નહીં.
ઊકૈયડે ઓરી નેં માટી ખાંણે આઘી.
ઊજલે ડાઘ.
ઊજડ ગાંમની જમે ભરવી.
ઊજલું એટલું દુધ ન હોઅ.
ઊંઘ આહાર ને આલશ વધારીઆં વધે ને ઘટાડીઆં ઘટે.
ઊંટ લાંબુ તો પુંછ ટુંકુ.
ઊંટીઆનાં આઢારે વાંકા.
ઊંટના રોગનેં સોઅનો ડાંમ.
ઊંટના મોહોને ઝાંખરાં.
ઊંટ મરે ત્યારે માળુવા સાંમું જુવે.
ઊંટ મેલે આકડો અનેં બકરૂં મેલે કાંકરો.
ઊઠે વીચારે વીવા ન મલે.
ઊતરાઅણ કામી ઓછું પરવ નથી.
ઊંદર બીલાડીનેં એક સલાઆઅ તો ઘર ધણીનેં ઘડીએ સુખ ન આવે
ઊંનું ખાતાં મહોડું દાઝીઊં તે કેનેં કહે.
ઊને પાણીએ ઘર ન બલે.
ઊભી બેઠીનેં સુતી એ ત્રણ પ્રકારની મુરતીઓ.
ઊલેચે અંધારું ન જાઅ.
ઊંડો કુવો નેં ફાટેલ બોખ.
એક ઊજલે સઊ ઊજલા.
એક ઘાએં કુવો ન ખોદાઅ.
એક હાથે તાલી પણ ન પડે.