આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
મુંને શોખ ન મીઠી રસોઇ તણો,
નથી ખપતા રે મારે બતરીસા થાળ,
નીંદરડી ! વીર મારો સૂતો નથી.
મુંને મીઠી લાગે રોટી રંક તણી,
મુંને વહાલી રે એની આછેરી રાબ !
નીંદરડી ! વીર મારો સૂતો નથી.
હું તો સાદ પાડીને શોધી રહી,
નીંદર ! આવો રે મારા ભાઇલાની સેજ !
નીંદરડી ! વીરો મારો સૂતો નથી.
♣