પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



६७–अनोपमा (अनुपमा)

નો જન્મ સાકેત નગરમાં એક શેઠને ત્યાં થયો હતો. એના અનુપમ રૂપલાવણ્યને લીધે લોકો તેને અનુપમા કહેતા. તેના સૌંદર્યથી મુગ્ધ થઇને અનેક રાજકુમારો, પ્રધાનપુત્રો તથા શેઠિયાઓ તેના હાથની માગણી કરતા. અનોપમાના પિતાને તેઓ અનેક પ્રકારની લાલચો બતાવતા. અનોપમાએ એક દિવસ પિતાને કહ્યું કે, “હું સર્વશ્રેષ્ઠ પાત્રને વરીશ.” ત્યાર પછી એણે બુદ્ધ ભગવાનના ચરણકમળનો આશ્રય લીધો. બુદ્ધ ભગવાને તેને ધર્મનો ઉપદેશ કર્યો અને અંતર્જ્ઞાન પ્રાપ્ત થવાને માટે જે સાધન કરવાનું હતું તે સમજાવ્યું. ત્યાર પછી બુદ્ધ ભગવાનની આજ્ઞાથી તેણે થેરીપદ સ્વીકાર્યું . ભિક્ષુણી થયા પછી સાતમે દિવસે તેણે અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું.

થેરીગાથામાં ૧૫૧ થી ૧પ૬ સુધીના શ્લોક તેના રચેલા છે.

६८–उत्तरा (बीजी)

નો જન્મ શ્રાવસ્તી નગરીમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી પટાચારાના ઉપદેશથી તેણે ભિક્ષુણીવ્રત ધારણ કર્યું હતું. એક દિવસ પટાચારાએ શીખવેલી પદ્ધતિ પ્રમાણે ધ્યાન ધરવા સારૂ એ એકાંત સ્થળમાં જઈને આસન વાળીને બેઠી તથા સંકલ્પ કર્યો કે, “જ્યાં સુધી મારા હૃદયને બધી જાતના આસવોના અધિકારમાંથી મુક્ત નહિ કરૂં, ત્યાંસુધી હં અહીંથી ઊઠીશ નહિ.” એ પ્રમાણે દૃઢ સંકલ્પ કરીને તેણે ધ્યાન ધર્યું અને થોડા સમયમાં અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૧૭૫ થી ૧૮૧ સુધીના શ્લોક તેના રચેલા છે.