પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બૌદ્ધયુગનાં સ્ત્રીરત્નો



જવું – મનુષ્યના હૃદયમાં હુંપણું અને રાગદ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બુઝાઈ જવું.” (–ધર્મવર્ણન)

એ નિર્વાણ પામવાને માટે બુદ્ધદેવે જે ઉપાય બતાવ્યા છે છે તેને ‘મધ્યમ પ્રતિપદા’ અથવા ‘આર્ય અષ્ટાંગ માર્ગ’ કહે છે. એ આઠ માર્ગ નીચે મુજબ છે:—

(૧) સમ્યગ્ દૃષ્ટિ–સારી સમજણ, જ્ઞાન.
(૨) સમ્યક્‌ સંકલ્પ–સારો સંકલ્પ (ક્રિયા કરવાનો નિશ્ચય.)
(૩) સમ્યગ્ વાક્–સારી વાણી; જેમકે અસત્ય ન બોલવું, ચાડી કે નિંદા ન કરવી, ગાળ ન દેવી, મિથ્યા બકવાદ ન કરવો.
(૪) સમ્યક્‌ કર્મ–સારાં કર્મ, શીલ અને દાન.
(૫) સમ્યગ્ આજીવ–સારી આજીવિકા, સારો ધંધો કરીને ગુજરાન ચલાવવું.
(૬) સમ્યગ્ વ્યાયામ–સારો પ્રયત્ન.
(૭) સમ્યક્‌ સ્મૃતિ–સારી સ્મૃતિ તથા વિચાર.
(૮) સમ્યક્‌ સમાધિ–સારી સમાધિ, ચિત્ત એકાગ્ર કરવું તે.

આ નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જે વિઘ્નો નડે છે તેને ‘દશ સંયોજન’ કહે છે. એ વિઘ્નો આ પ્રમાણે છે:—(૧) સત્કાર્ય દૃષ્ટિ–આત્મવાદ=હુંપણાની દૃષ્ટિ, (૨)વિચિકિત્સા=સંશય,(૩) શીલવ્રતપરામર્શ=શીલ અને વ્રતનું ચિંતન કર્યા કરવું અને અને પોતાના હું૫દ સાથે જોડવાં. (શીલ અને વ્રત પાળવાં સારાં છે, પણ એનાજ ચિંતનમાં ભરાઈ રહેવાથી નુકસાન છે. આ ત્રણ ‘સંયોજન’ તોડનાર ‘સોતાપન્ન’ થાય છે અર્થાત્ તે નિર્વાણના વહેણમાં પડે છે.) તે ઉપરાંત (૪) કામ, (૫) દ્વેષ, (૬) રૂપરાગ, (૭) અરૂપરાગ (અણદીઠ સ્વર્ગના સુખની આસક્તિ), (૮) માન, (૯) ઉદ્ધતપણું અને (૧૦) અવિદ્યા (એ પણ નિર્વાણના માર્ગમાં આડે આવનારી અને મનુષ્યને સંસાર સાથે બાંધી રાખનારી સાંકળો છે.)

બૌદ્ધધર્મમાં વળી દશ શીલ, દશ શિક્ષા અને છ પારમિતાઓ કહી છે.

(૧) હિંસા ન કરવી, (૨) ચોરી ન કરવી, (૩) જૂઠું ન બોલવું, (૪) મદ્ય ન પીવું, (૫) બ્રહ્મચર્ય પાળવું, (૬) રાતે ભોજન ન કરવું, (૭) પુષ્પહાર, ચંદન વગેરે સુગંધી પદાર્થો ધારણ ન કરવા. (૮) જમીન ઉપર સાદડી પાથરીને સૂવું, (૬ થી ૮ સુધીનાં શીલ