પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६–गोपा (यशोधरा)

જથી અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ પૂર્વે કપિલવસ્તુ નામનું નગર હતું. એ નગર કઈ જગ્યાએ હતું, તે સંબંધે વિદ્વાનોના જુદા જુદા મત છે. એક અંગ્રેજ ઈતિહાસવેત્તાના મત પ્રમાણે સંયુક્ત પ્રાંતમાં બસ્તી જિલ્લાની ઉત્તરે આવેલું હાલનું પિપ્રાવા ગામ તેજ પ્રાચીન કપિલવસ્તુ. બૌદ્ધધર્મના ખાસ અભ્યાસી બીજા અંગ્રેજ લેખકના મતે કપિલવસતુ હાલની કોહાના નદી તે પ્રાચીન રોહિણી નદીને કિનારે, બનારસથી ઈશાન દિશામાં સો માઈલ છેટે હતું. ગમે તે હો, પરંતુ એટલું તો નિર્વિવાદ છે કે, એ કપિલવસ્તુ નગરમાં પૂર્વે શાક્ય લોકો વસતા હતા. એ જાતિના લોકો ખેતીનો ધંધો કરતા હતા અને એમાંના કેટલાંક કુટુંબો રાજવંશી હતાં. કપિલવસ્તુમાં શુદ્ધોદન નામનો એક શાક્યવંશી રાજા રાજ્ય કરતો હતો. એ રાજા યુદ્ધવિદ્યામાં ઘણો કુશળ અને પ્રતાપી હતો. એને બે રાણીઓ હતી. મહામાયા અને પ્રજાપતિ, વૃદ્ધાવસ્થામાં રાણી મહામાયાના ગર્ભથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો હતો. એ બાળક ઘણો સુંદર અને દિવ્ય કાંતિવાળો હતો. પુત્ર સાત દિવસનો થયો એટલે એની માતા મરણ પામી અને સાવકી મા પ્રજાપતિએ તેને પોતાનાજ બાળકની પેઠે લાડમાં પાળીપોષીને મોટો કર્યો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું.ગૌતમનામથી પણ એ ઓળખાતા.

સિદ્ધાર્થના જન્મ પછી કોઈ સિદ્ધ પુરુષે રાજપુત્રને જોઈને કહ્યું હતું કે, “આ બાળક કોઈ વખતે સંન્યાસ ધારણ કરીને એક પ્રસિદ્ધ મહાત્મા થશે.” શુદ્ધોદન ઘણા વખતથી વાંઝિયો હતો. વૃદ્ધાવસ્થામાં રાજકુટુંબના એક માત્ર આધારરૂપ આ પુત્ર જન્મ્યો. તે પણ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જશે, એ ચિંતાથી રાજાના દુઃખનો પાર રહ્યો નહિ. પુત્રની મતિ વૈરાગ્ય તરફ ન