આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારકથાઓ ઃ ૯૬ : પ્રથમ ખંડ હળવુ હળવું. હાથમાં ઉપાડીને જોયુ' પણ એ દિવ્યપ્રભા છે એમ કંઈ થાડી જ ખખર પડે ? પણ કંઈક જીવતુ લાગ્યુ’. કુંવર તેા વિચારમાં પડ્યાઃ “ લાવને ક્યાંઇક લઈ જઈ ને મૂકી આવું ? ” કુંવર તેા ઉપાડીને ચાલ્યા. ઝીણી તગતગતી આંખા ઉપર નજર પડી. એમાં તેજ હતુ, ભાવ હતા, ધારી ધારીને આંખ સામે જોઈ રહ્યો. જોતા જાય છે ને વિચાર કરતા જાય છે. સવાર પડવા આવી છે. ઊગમણી દિશાએ ઉષા ઊઘડી છે. સૂરજનાં રિણા આવુ આવું થઈ રહ્યાં છે. જાણે હમણાં વાદળાંના ડુંગર પાછળથી સૂરજની કોર દેખાશે ને બધે દિવ્યપ્રકાશ થઈ રહેશે. દિવ્યપ્રભાને લઈ કુંવર ચાલ્યા જાય છે. જોતાં જોતાં આંખો એક થાય છે. કુંવરના મનમાં શું યે થાય છે; હૈયે ઊભરા આવે છે ને કુંવર એકાએક કુંવરીની આંખે ચૂમી લે છે. અરે ! ત્યાં તે આકાશે સૂર્ય દેખાયા અને પેલી નાની ઢીંગલીમાંથી દિવ્યપ્રભા સાળ વરસની સુંદરી થઈને કુંવરીને પગે પડ્યા. ઊભી રહી 1 કુંવર હમકી ગયા; કુંવરીએ પ્રેમપૂર્વક તેને ઊભેા ચેા. કુંવરી કહે: “ કુમાર ઢીંગલી જાણીને તમે મને ચુંબન આપવાની દયા કરી, પણ હવે હું જુવાન કુંવરી થઇને તમને ચૂમું છું. ' 101