આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિરારથાઓ

૧૦૨:

“ ડાળ તમ પ્રથમ ખંડ ગાય ખરડ નાક ૩૮, ” એમ ગોખતા ગોખતા આગળ ચાલ્યા. ચાલતા ચાલતા રાજદરમારમાં આવ્યા. દરવાજે સિપાઈ ઊભા હતા. છેકશ હેઃ “ રાજાજીને ખબર આપેા કે પતિજી આવેલા છે. ”

સિપાઈ કહેઃ “ ઓત્તારીની ! નહિ દીઠા હાય મેટા પંડિત ! ” છોકરો કહે: “ જા રાજાને કહે કે કુવરીને પરણવા આવ્યો છું. ” સિપાઈ મ્હે “ ખાપુ ! જાને ? નાહકને મરવા શું કામ આવ્યો છે ? આ માથાં ટીંગાય છે એ નથી જોતા ?’’ “ હા. માથું ઉતરાવવા જ આવ્યો છું. ‘’ સિપાઈ અંદર ગયો ને રાજાને વરદી આપી. ' નવ પંડિતા ને રાજાજી બેઠા હતા. બધા જમીન ખાતરતા હતા; મોઢાં ફ઼િાં હતાં, શરીર બળાં હતાં, ભમ્મર ચડેલી હતી. કંઈ મોટા વિચારમાં ડૂબેલા હતા, કંઈ પડિતાઈમાં પડેલા હતા. છેર! અંદર આવ્યો; સાએ ઊચુ જોયું. રાજાએ પૂછ્યું: “ કેમ જુવાન ! કેમ આવ્યેા છે ? * કુંવરીને પરણવા. ” રાજાએ પડિતાને સ્થું: “ પૂછો એ દોરાને પ્રશ્ન. 107