આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માર હાથનું નાક કિશારકથાઓ શીંગડામાં એવા ગુણ છે કે એ વગાડતાંવેત એક રાક્ષસ દેખાવ દે ને જેમ હુકમ આપો તેમ કરે, ’’ ડાસાએ ત્રણે ભાઈને એકએક ચીજ આપી; મોટાને શીંગડું આપ્યુ, વચલાને ટાપી આપી ને નાનાને કોથળી આપી. . આમ કરી ડાસા તા મરી ગયા. ડોસાનું કારજ પૂરૂ થયું. પછી એક દિવસ નાના ભાઇ મુસાફરીએ નીકળ્યા. ચાલતાં ચાલતાં રાજનગરમાં આવ્યેા. *બપોર થયા હતા. સારી પેઠે ભૂખ લાગેલી. રાણીના મહેલની પાસે જ એક રે ડીવાળા દાળમશાલી વેચતા હતા. નાનાભાઈ- એ કોથળીમાં હાથ નાખ્યા ને ઝટ દઈને સાનામહેરની મઠી કાઢી. સોનામહારની મૂઠી આપી પાશેર દાળમશાલી લીધી. રૅડીવાળા તા છક થઈ ગયા ! છોકરા દેખાવે તા ભિખારીહાલ છે ને આ પૈસા ક્યાંથી ? ઝરૂખામાં એઠેલી રાણીએ આ બધુ' જોયું. તેને ભારે તુક થયું, માણસાને માલ્યા ને છેરાને ઉપર તેડાવ્યેા. રાણી મ્હેઃ “ અલ્યા છેરા ! તારી પાસે આટલી બધી સોનામહા ક્યાંથી ? તું તે સાવ ભિખારીવેશે દેખાય છે ને ? , ,, કરા હે “ મારી પાસે આ કોથળી છે. મરતી વખને મારા બાપુએ મને આપી છે. એમાં હાથ નાખુ ત્યારે મૂડી ભરીને સોનામહારા નીકળે છે. જ્યારે હાથ નાખા ત્યારે એમ જ થાય. ” 34