આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ શિોરકથા

૭૪ :

તા એટલાં બધાં કે કોઈ ખાય પણ નહિ, મચ્છીમારના મનમાં થયું: “ આ તે જાણુ છુ કે સ્વપ્નમાં છું !” હું ચાલતાં ચાલતાં મહેલ પાસે આવ્યાં. દરવાજે બેઠેલા સાત સિપાઈએ ઊભા થયા ને કાચમીને સલામ ભરી. પછી મહેલને પહેલે માળે ગયાં. પહેલે માળેથી ખીજે માળે ગયાં. બીજે માળેથી ત્રીજે માળે ગયાં. ત્રીજે માળેથી ચેાથે માળે ગયાં. એમ કરતાં પાંચમે, છઠ્ઠું ને સાતમે માળે ગયાં. શેા સુદર એ મહેલ ! ભીતે તે હીરા માણેકની, અને જમીન ઉપર રત્નાની લાદી જડેલી, ઓરડાની વચ્ચે એક રૂપાળું ફૂડ’ હતુ, અને એમાં સેનાનું સૂર્ય- મુખી ફૂલ હતુ. મચ્છીમાર તેા ગાંડા થઈ ગયા ! તેને થયું: “ આ તે બધુ શું હશે ? આ તે કોઈ જાદુના દેશ હશે કે શું ? ' કાચી એક સુંદર પલંગ ઉપર બેઠી. એટલામાં તેા હજાર માછલાં આવીને તેની આગળ નાચ કરવા લાગ્યાં. કેટલાંક માછલાં તબલાં વગાડતાં હતાં, કેટલાંક માછલાં દિલરૂબા વાડતાં હતાં અને કેટલાંક મંજરી તથા મંજીરાં વગાડતાં હતાં. મચ્છીમારે આવું સંગીત કોઈ વાર સાંભળેલુ હિં 79