આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્યમભા એક હતું વન; ઘેાર અને ગભીર. એમાં એક મહેલ; ભવ્ય અને સુંદર. એમાં રહે રાજારાણી. રાજારાણી સઘળી વાતે સુખી પણ એક વાતનુ દુઃખ. એકે ય કરૂં નહિ. રાજારાણીને કાંઈ એકલાં ગમે ? પ્રભુની પ્રાર્થના કરી એટલે ભગવાને એમને એક દીકરી આપી. અધાં રાજીરાજી થઈ ગયાં. ગામમાં સાકર વહેંચાઈ; રસોડે લાપસીનાં આંધણ મુકાયાં; રાજમદિરે નાખત ગડગડી. બધે આનંદ થઈ રહ્યો. રાજારાણીના હરખ તા ક્યાંઈ માય નહિ. કુળની રીત એવી હતી કે ઘરમાં દીકરી અવતરે તા કુળદેવીઓ પધારે ને દીકરીનાં નામ પાડે. રાજાએ તા કુળદેવીને ખેલાવી. આઠ દેવીએ આવી હાજર થઈ. રાજાએ તે સૈાને માન આપ્યાં, પાન 91