આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્યપ્રભા

કિશાકથાઓ રાજારાણીએ બહુ વિનવી પણ ડૅાશી માની નહિ. તે મેલી: “ ભલેને રાત બધી જાગે ? પણ ચાંદા સાથે વધશે ને ચાંદા સાથે ઘટશે. ’’ વળી પાછાં બધાં મૂંઝવણમાં પડી ગયાં. “ અરરર ! ચાંદા જેમ વધેઘટે ત્યારે તે દીકરી દુ:ખી જ થઈ જાયને ? કાણુ જાણે ક્યા યે જીનમાં અવતરી છે. ” ત્યાં તા છેલ્લી કુળદેવી જરાક માડી થઈ હતી તે આવી પહોંચી. તે કહે: હા, હા. પણ એ તેા અજાણપણે એને ાઈ રાજકુવર ચૂમશે નિહ ત્યાં સુધી જ કુંવરી દિવસે સૂશે ને રાત્રે જાગશે, ને ચાંદા જેમ વધશે ઘટશે. ” રાજારાણી કહેઃ “ પણ એ રાજકુમાર કાણુ અને ક્યારે આવશે એ તા કહેા ? ” કુળદેવી કહેઃ “ એ તા એની મેળાએ ખબર પડશે. તમે ચિંતા શું કરવા કરી છે ? ” કુળદેવીએ પાછી ચાલી ગઈ. આશીર્વાદ પ્રમાણે બધુ બનવા લાગ્યું. કુવરી રાત પડે એટલે જાગે અને સોળ કળાની થઈને રમે. આખા રાજમહેલ કિલક્વિાટથી ભરી દે ખડખડ હસે; ગાઠણભર ચાલે; થેઈ થઈ થાય; ઈયુ ઇંયુ બેલે; સૌને હસાવે ને રમાડે. રાજાને ત્યાં રાતના જ દિવસ થાય. કુવરી સાથે સૈ રાતે જાગે ને દિવસે ઊંધે. આ તા જાણે ચાલ્યું. 94