આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ કિશોરકથા પણુ કુંવરી તા ચાંદા સાથે વધે ને ચાંદા સાથે ઘટે. પૂનમે ચાંદા થાળી જેવડો મોટો ખધા વધે. તે દિવસે તો કુવરીનાં રૂપ અથાક થાય. શરીર પણ ભરેલું; રગ રૂપની ભરતી ! તે દિવસે તે જાણે દીવાળી. બધાં કુંવરી સાથે રમવા આવે. કુવરીનાં રૂપ જોઈ જોઇને તે કાંઈનાં કાંઈ થઈ જાય. વરી તા જાણે બત્રીસ પાંખ- ડીએ પાયાણુ ઊઘડયું ! પણુ અંધારિયુ એસે; પડવા, ખીજ, ત્રીજ, ચેાથ, એમ કરતાં કરતાં ખારશ, તેરશ ચૈાદશ આવે; ત્યાં તેા ચાંદા જેમ પાતળી પાતળી પડતી જાય. તેજ ઝાંખાં પડે, દેહ દૂબળા થાય; જાણે જોવી ચે ન ગમે ! જાણે આ તે કાઈ ખીજી. પછી રાતે રમવા ય કાણુ આવે ? અમાસ આવે ત્યાં થઈ રહ્યું. બધું કાળુ કાળુ થઈ જાય. કુંવરી દેખાયે નહિ, કોઇને લાગે કે ઘાડિયામાં કંઈ કાળું કાળું પડયું છે. જીવતી ખરી પણ અમાસને દિવસ એટલે જીવતી મુઆ જેવી. માબાપને થાય કે હવે કુવરી પાછી જાગશે નહિ. ત્યાં બીજ આવે. અને આકાશે ચંદ્રલેખા જણાય. તેમ ઘાડિયામાં ઝાંખી ઝાંખી કુ'વરી દેખાય. ઘરમાં પાછે આનંદ આનંદ થઈ રહે. કુંવરી આછુ મીઠું હસે ને સૌને હસાવે. પછી તે કુંવરી ચાંદા સાથે વધે. મહાર અને ઘરમાં અજવાળું અજવાળું થઈ રહે. ફરી પાછું લેહી આવે ને પૂનમ થાય ત્યાં તો કુવરી પાછી ઘરનાં 95