આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્ય પ્રભા ખીને ચાંદા થાય ! ચાર થા આમ ને આમ ચાલ્યુ" જાય છે. કુંવરી રાતે જાગે છે ને દિવસે સૂએ છે. એમ કરતાં કુવરી માટી થઈ. રાજાને વિચાર થયા કે કુવરીને ક્યાંઈક એકાંતમાં રાખુ. મોટી કુંવરીને કોઈ ભાળે એ ઠીક નહિ.

૯૧ :

મેટુ' એવું જ ગલ છે; છેડે એક વન છે; વનની વચ્ચે નદી છે; નદીાંઠે મહેલ છે, એમાં કુંવરીને રાખી. ચારેકાર ખુલ્લું આકાશ. નજીક ને દૂર ડુંગરા ને ડુંગર, ખીણુ ને કોતર, નદી ને નાળાં પડ્યાં છે. મહેલમાં એક દાસી સાથે વરી રહે છે. કુંવરી હવે મેટી થઈ છે. મહેલમાં બેસી રહેવુ કેમ ગમે ? રાત પડે ને જાગે ત્યારે વનમાં ફરવા નીકળે છે. આમશે ચાંદો ઊગે ત્યારે વનમાં કુંવરી દેખાય. જેવડા ચાંદા એવડી કુંવરી. જાણે પ્રભુએ એ ચાંદા ઘડ્યા; એક ઉપર અને એક નીચે. કુંવરી રાજ એક્ડી ક્રે છે, વનની મજા લે છે ને દિવસ ગાળે છે. એક રાજા હતા. બીજા રાજા સાથે એને લડાઈ થઈ. રાજપાટ હારી ગયેા. કુંવર એને નાસી છૂટા. ભમતા ભટકતા વનમાં આવી ચઢે. ભૂલા પડેલા તે રસ્તા જડે નહિ. બિચારા ક્યાં જાય ? ઝાડ સાથે ઘેાડા બાંધીને આડ ઉપર ચડી રાતવાસો કર્યાં. અજવાળી તેરશ હતી; પૂના આકાશમાં પોણા ચાંદો ઊગ્યા હતા, ઝાડનાં ડાળપાનમાંથી ચાંદાનું તેજ છાયા સાથે રમતું હતું. ક્યાં- 96