આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:કુરબાનીની કથાઓ



પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યો : “ગૌતમપ્રભુ માટે ભિક્ષા આપો !” તે ચાલ્યો : આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું.

ઓ અજબ ભિખ્ખુ ! તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે ? પ્રભુની શી ઇચ્છા છે ?

'આ નગરીનાં ઓ નરનારીઓ ! તમારો પ્રભુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય, તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંછે, ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.'

ચકિત બનેલાં નરનારીઓ, નિ:શ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધપ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુપક્ષીઓને, વૃક્ષોને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો : 'ગૌતમપ્રભુને માટે ભિક્ષા આપો !'

ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું ? કોણે ઉત્તર આપ્યો ? ત્યાં જુઓ, એક કંગાલ સ્ત્રી ભોંય પર સૂતી છે, એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણ, એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી : “ હે ભિક્ષુ ! ઊભા રહેજો, એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો.”

એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર