આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૩૮



મોડી રાત થાય ને માણુસોનાં ટોળાં વીંખાય ત્યારે ભકત રાજ એ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા. એની બન્ને આંખોમાંથી આંસુની ધારા વહેતી. ગદ્દગદ સ્વરે એ પ્રભુને કહેતા કે 'હે રામ ! મેં તો જાણ્યું કે તેં દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો, કે જેથી મારી આગળ કોઈએ નહિ આવે, મને કોઈએ નહિ બોલાવે, સંસાર ધિ:કાર દઈને મને એકલો મેલશે, ને સહુનો તરછોડેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ, તું ને હું બેઉ છાનામાના મળશું. પણ રે હરિ ! આવી કપટબાજી શા માટે આદરી ! મને શા અપરાધે છેતર્યો ? તું જ, હે નિષ્ઠુર માયાવી ! તું જ આ ટોળેટોળાંને છાનોમાનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે. મને સતાવવા. મારે આંગણે માણસોને બોલાવીને તું કયાં ભાગી જાય છે, હે ધુતારા !'

આમ રૂદન કરતાં કરતાં આખી રાત વીતી જતી.

નગરીના બ્રાહ્મણોની અંદર ભયાનક કેલાહલ ઊઠ્યો. બ્રાહ્મણે બેાલ્યા કે 'ત્રાહિ !ત્રાહિ ! એક મુસલમાન ધુતારાના મોમાં હરિનું પવિત્ર નામ ! એ ખળના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે ! અરેરે ! હડહડતો કલિયુગ આવી પહોંચ્યો. પૃથ્વી હવે પાપનો ભાર કયાં સુધી ખમી રહેશે ?'

બીજો બ્રાહ્મણ બોલ્યો : 'ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલદી ઈલાજ કરો, નહિ તો ધરતી રસાતાળ જશે.'

બ્રાહ્મણોએ ઈલાજ આદર્યા, એક હલકી સ્ત્રીને બેલાવી, એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે 'એ ભગતડાનો ભરબજારે ભવાડો કરજે.' સ્ત્રી બેલી કે 'આજે જ પતાવી દઉં.'