આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫

વીર બંદો:



બંદાનું પરાક્રમ શું એક બાલકના શરીર ઉપર અજમા વવાનું હતું? એ બાલક કોણ ?

એ કિશેાર બાલક બંદાનો સાત વરસનો એકનો એક પુત્ર : બંદાના પ્રાણનો પણ પ્રાણ.

બંદાએ મોંમાંથી એક સખૂન પણ ઉચ્ચાર્યો નહિ, પોતાના બાલકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાંપી લીધે. જમણો પંજો એ બાલકના માથા ઉપર ધરી રાખ્યો, એના રાતા રાતા હોઠ ઉપર એકજ ચૂમી કરી, ધીરે ધીરે કમરમાંથી કિરપાણ ખેંચ્યું. બાલકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું : 'ઓ બેટા ! બોલો, જય ગુરુજીનો ! બીતો તો નથી ને ?'

'જય ગુરુજીને !' બાલકે પડઘો પાડયો. એ નાનકડા માં ઉપર મોતની આકાંક્ષા ઝળહળી ઊઠી. એના કિશેાર કંઠ માંથી ધ્વનિ નીકળ્યો કે 'બીક શાની, બાપુ ? જય ગુરુજી! જય ગુરુજી !' એટલું બોલીને બાલક બાપના મોં સામે નિહાળી રહ્યો.

ડાબી ભુજા બંદાએ બાલકની ગરદને વીંટાળી દીધી, ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં બેસારી દીધી. 'જય ગુરુ !' બોલીને બાલક ધરતી પર ઢળી પડ્યો.

સભા સ્તબ્ધ બની. ઘાતકોએ આવી બંદાના શરીરમાંથી ધગેલી સાંઢસી વતી માંસના લોચેલેાચા ખેંચી કાઢયા.

વીર નર શાંત રહીને મર્યો. અરેરાટીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ, પ્રેક્ષકો એ આંખો મીંચી.