પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯)


મુખપૃષ્ઠ સ્હામે એક ચિંત્ર ઇંગ્લાંડમાં કરાવીને મૂક્યુંછે તે પુસ્તકના બાહ્યસ્વરૂપમાં આકર્ષણ ઉમેરશે. એમ આશા છે. કીમતમાં ફેરફાર આ ઉમેરો છતાં પણ કર્યો નથી.

ઇ. સ. ૧૯૦૨.
નરસિંહરાવ ભાળાનાથ.
 


પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના.

આ ન્હાના પુસ્તકને મ્હોટી પ્રસ્તાવના કરી “માથા કરતાં મ્હોટી પાઘડી” પ્હેરાવવાની જરૂર નથી તેમ ઇચ્છા પણ નથી. તેથી ફક્ત હામાં આવેલી કવિતાનો ઉદ્દેશ, સ્વરૂપ, ગોઠવણ, વગેરેને સંબન્ધે અવશ્યના બે બોલ બોલી બંધ રહીશ.

કવિતાનું ખરું સ્વરૂપ શું, આપણા આ દેશની કવિતાની પદ્ધતિથી કાંઇક જુદી પદ્ધતિની પાશ્ચાત્ય દેશની કવિતા કે’વી. લખાયછે, ત્હેનો પરિચય શુષ્ક વિવેચનની ચર્ચાથી નાહિં પણ ઉદાહરણથી જ ગુર્જર પ્રજાના સુજ્ઞ વાચકવર્ગને કરાવવો, તથા ત્હેવી કવિતા તરફ ત્હેમની રુચિનો પ્રવાહ ચલાવવો, એ ઉચ્ચગ્રાહી ઉદ્દેશથી આ ન્હાનાં સંગીતકાવ્યનો સમુદાય પ્રગટ કર્યો છે. તે ઉદ્દેશ સફળ થવો ન થવો અદૃષ્ટાધીન છે.