આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૮૦ )
કેઈ ધારું હૃદયની માંહિં? બંને મીઠી રે;
નમ્ર કાન્તિની ચંદાશી અન્ય મ્હેં નવ દીઠી રે. ૧૬
તેમ સન્ધ્યાદેવી રૂપ ભવ્ય ધરંતી રે,
ક્ષણ ભૂલાવી દે ભાન મોહ કરંતી રે. ૧૭
દિવ્ય સખિયો બંને એક એક જ સરખી રે,
કેઈ મ્હોટી ન્હાની કેઈ તે નવ પરખી રે;- ૧૮
હું તો ઉભયતણો દૃઢ ભક્ત બનીને રહું છું રે,
મુજ હૃદય ઉભયસૌનદર્યનું બિમ્બ લહું છું રે. ૧૯
મેઘાડમ્બર
[[૧] ★ગરબી -]
આડમ્બર રચી ભવ્ય આ રે
ગગન ઘને ઘેર્યું, હાં હાં રે ગગન ઘને ઘેર્યું,
આછું પીળું જળતેજ આ રે
નભમંડળ વેર્યું. હાંહાં રે નભમંડળ વેર્યું. ૧
ક્ષેત્રભૂમિ રૂડી ઉપરે રે
વાદળી વરસે છે, હાંહાં રે વાદળી૦
- ↑ ★‘સમી સન્ધ્યાએ હમે સાંચર્યાં રે જમુનાંની તીરે, હાંહાં રે જમુનાંની તીરે.’ — એ ઢાળ