પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦ )


મ્હાટે અંશે આ બધાં [૧]❋સંગીતકાવ્યો છે. ગોઠવણનો ક્રમ, —[૨]†ધ્યાનાત્મક સંગીત, [૩]‡રસાત્મક સંગીત, [૪]§વર્ણનાત્મક કાવ્ય,—એમ કાંઇક છે. પછી માંહિં પેટાભેદના ક્રમ ઝીણા છે તે ચતુર વાંચનારને જણાઈ આવશે જ.

કાવ્યોમાં શબ્દોની લેખનપદ્ધતિ ચાલૂ શાળાની અવ્યવસ્થિત પદ્ધતિથી કાંઇક ભિન્ન માર્ગે જતી છે. પરંતુ તે વ્યુત્પત્તિ તથા ઉચ્ચારને અનુસરીને અમુક નિયમાનુસાર છે એટલું જ આ સ્થળે ક્‌હેવું બસ છે. કાવ્યોમાં વિરામાદિકનાં ચિહ્ન, ચરણના માપને અર્થે ન મૂકતાં, વાક્યાર્થના સંબન્ધને અનુલક્ષીને મૂક્યાંછે, તેથી અર્થ કાંઇક સુગમ થશે હેવી આશા છે.

અન્તે કાવ્યો ઉપર થોડી ટીકા આપીછે, તે ઉપરથી અર્થ કોઇ કોઇ ઠેકાણે સંશયગ્રસ્ત હશે ત્ય્હાં સ્પષ્ટ થશે હેવી આશા છે.

૧૮૮૭
નરસિંહરાવ ભાળાનાથ.
 

  1. ❋સંગીતકાવ્ય=Lyric.
  2. †ધ્યાનાત્મ સંગીત=Meditative Lyric.
  3. ‡રસાત્મક સંગીત=Pathetic Lyric
  4. §વર્ણનાત્મક કા=Descriptive Poem.