પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૬ )


પછી નીચે ઊતરું જ્યહાં વ્યોમપૃથ્વી ચુમ્બતાં,
ને તરુઘટાબાકાં મહિં મુજ પ્હોળું મુખ ધરી થંભુ ત્ય્હાં.
પછી સિન્ધુકિનાર પર પળમાત્ર હું ઊભી રહી,
કરી ડોકિયું ફરી એકવેળા; સૂઉં જળસૅજે જૈ. ૨૧

મેઘ નિજ ચઢતી સમે મુજને દ્યમે વિખુટી કરી
માડીથકી બનુવેળ લગી આ વ્હાલસોહી દીકરી;
વિરહ ટલી જે વેળ મળી મુજ માડીને નિરખું ફરી,
તે વેળ કે'વું પ્રફુલ્લ મુખ તુજ! ધરે શોભા સુન્દરી ! ૨૨

કોઇ કોઇ સમે તથાપિ વિયોગાવધિ અંદરે
પાદપ્રહરે તોડી ઘનપડ, પછી જનનીમન્દિરે
ડોકિયાં કરુમ્ જ્યાંહિં જ્યાંહિં પાડી બારી એમ મ્હેં,
ને માતમન્દિર મુકુર મકિયાં મુખ નિરખવું ત્ય્હાં ગમે. ૨૩

ન્હાનું મ્હોટુમ્ મુજ, પણ નિરન્તર અમર હું,
ને જે સમે દેખાઉં નહિં તે સમે તાતની ગમ રહું;
એક ફેરી ફરી રહું માડી પછાડી જ્યાહરે,
જઉં એક વેળા ભેટ લેવા તાતની તો ત્યાહરે. ૨૪

સલૂણી સન્ધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા ત તણી
મુજ હોડલામાં બેશીને જાઉં કદી હું બની ઠની;—
મૃદુ પવનથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી,
વેર્યાં કુસુમ નવરંગી હેમાં ઝીણાઝીણા મેહથી. ૨૫