પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૯ )

કવિનું સુખ કવિતા કરવામાં જ સમાયલું છે; કીર્તિ વગેરે ભાવનો સ્પર્શ હેને નથી; - એમ ભાવ આ કાવ્યનો છે.

કવિની કવિતાનો પ્રવાહ ત્હેને સુગંધ ગણ્યો છે, કવિ તે પુષ્પ, કવિતા તે સુગંધ.જગત્ ના સર્વે નાના મ્હોટા કવિયોનો કવિતામાં જે મહાન્ ઉદ્દેશ -મનુષ્યની જીંદગી ઉન્ન્ત આદર્શ બનાવી ઉન્નત દશાએ પ્હોંચાડવી તે - તે તરફ પ્રયત્ન કરતાં સર્વ કવિયો મળી એક મહાન્ અદ્ભૂત કાવ્ય જ રચે છે, તો પછી કોઈ પણ કવિયે પોતાની કવિતા વિશે વિશેષ ચિન્તા શું કામ કરવી? પ્રશંસા, લાંબી કીર્તિ, પરસ્પર ઇર્ષ્યા એ ઉપર લક્ષ શું કામ આપવું ? આ તાત્પર્ય આ કાવ્યનું છે. આ ઉપર કહેલું મહાન્ કાવ્ય તે જ સુગંધસિંધુ - મહાન્ લક્ષ્ય કવિયોએ નજર આવળ રાખેલું તે.

ફૂલ સાથે રમત.—પૃષ્ઠ 33.

જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે. જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે.