પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૨ )

કડી ૫, ચરણ ૪. ચંદા = ચંદ્ર.

કડી ૬, ચરણ ૪. ચંદા = ચંદ્ર. જે'વી- જેમ ચંદા(ચંદ્ર) વાદળાંની ઘટામાંથી નીકળે છે.

કડી ૭, ચરણ ૧. દૈવી દેહ- દિવ્ય દેહવાળી કોક સ્ત્રી.

કડી ૮, ચરણ ૩. 'તરુવૃંદ'માં સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત.

ચરણ ૪. ગતિમન્દ - મન્દ ગતિયે (ચાલતી)

નૂતન વિધવા એક પોતાની ન્હાની પુત્રીને લઈ, જનસમાજની રૂઢિથી ત્રાસ પામીને , જગત્ નો ત્યાગ કરી ત્ય્હાંથી દૂર રહેવાને, રાત્રે અજવાળી મધ્યરાત્રે જંગલમાં થઇ એક નદીકિનારે આવીને ઊભી છે, અને ત્ય્હાં પછી બેશીને વિલાપ કરે છે. આમ આ ચિત્રની પાશ્ચાદભૂમિ ચોપાઇવાળા પૂર્વભાગમાં મૂકી છે.

ગરબી—

કડી ૧, ચરણ ૧. વિપરીત- પોતાના પ્હેલાં પતિ મરણ પામ્યો માટે વિપરીત દુઃખ.

કડી ૨, ચરણ ૩. મૉતે હરી લીધાં તે માણસો સાથે. તેશું = તે સાથે.

કડી ૩, ચરણ ૧. ચંદા - ચંદ્ર.

કડી ૫, ચરણ ૧. કેશશું- કેશ સાથે.

કડી ૭, ચરણ ૩. આટલો - આટલો પણ; જરાક પણ.

કડી ૯, ચરણ ૧. વળી પાછી પુત્રી તરફ ફરીને આ કડીનાં તથા કડી ૧૧ મીના વાક્ય બોલે છે.

કડી ૧૨. આ કડીમાંનં વાક્ય પોતાના મન સાથે જ વાત કરી કહે છે. તાજા વૈધવ્યના અસહ્ય દુઃખમાં ઉત્પન્ન થયેલી ઉન્મત્ત દશામાં, સમ્પૂર્ણ સુખ-લગ્નનું સુખ અને વૈધવ્યદુઃખનો અભાવ, એ બે-ની સોત્કણ્ઠ આશામાં અશક્ય વસ્તુને ઉત્કણ્ઠા રાખીને, એટલું જ