પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પૃષ્ઠ ૧૨૫ મે મેઘગર્જન' કાવ્યની ટીકાને છેડે નીચે પ્રમાણે ઉમેરવું :—

પૃષ્ઠ ૧૨ મે ‘ગર્જના’ નામનું કાવ્ય છે તે અને આ કાવ્ય એક જ સમયે થયેલા સૃષ્ટિદર્શન ઉપરથી પ્રેરાયાંછે; પાયારૂપ વર્ણનના અંશ પણ લગભગ એક જાત્યના છે, પરંતુ આ કાવ્યમાં માત્ર ગર્જનાદિકથી હૃદયમાં થયેલા ઉલ્લાસનું દર્શન છે; તો પેલા ‘ગર્જના’ કાવ્યમાં સૃષ્ટિદર્શનના ઉપરથી ઊપજવેલો તત્વચિન્તનો ભાવ અન્તે આવી બે કાવ્યમાં સ્વરૂપભેદ પાડેછે.