પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નાચે ગાન કરી અમીનું ઝરણું, જ્ય્હાં પાન પ્રેમે કરે
કોડીલો કવિયો, અને અમૃત તે સત્કાવ્યમૂર્તિ ધરે;
જે’ને દિવ્ય વને રમે ઝરણું એ, તે શારદા મુજને,
આપો એક જ બિન્દુ એ ઝરણનું, એ માંગુ ત્હેની કને.




અવતરણ

તોટક

રમતાં ભમતાં કદી દિવ્ય વને,
ફૂલડાં જડિયાં રૂડલાં મુજને,
બહુ વેળ રહ્યાં પડી મુજ કને,
ગૂંથી આજ દઉં રસિકો ! ત્હમને. ૧

બહુ વેળ રહ્યાં પણ દિવ્ય બધાં
ન ગયાં, કરમાઈ ખીલ્યાં બમણાં,
સહુ તેતણી, આજ વિવેકગુણે
ગૂંથી માળ દઉં રસિકો ! ત્હમને. ૨