પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૩ )


ન હોય કેશરિનાદ નહિં શૈલસિખરપાતો,
ગર્જનરવ ગમ્ભીર મેઘરાય તણો આ તો.
તપ્તભૂમિ ચૂમીને મેઘજળ ત્ય્હાં ઉપજાવે
ગન્ધ સ્હરો, તે પીઠ વહી ગન્ધવહ શું આવે! ૨

ને ઘન-શ્યામળ શૈલ-શિખર ઊભાં આકાશે
તે પર ઊભું ઈન્દ્ર-ધનુષ નિજ વર્ણ પ્રકાસે.
ને પેલો મોરલો લવે કેકારવ ઘેરો,
મેઘનાદમાં ભળી વ્યાપી તે બને અનેરો. ૩

આ જીવનનો શૈલ ચઢ જ્ય્હાં મનુષ્યજાતિ,
તે પાછળ ગમ્ભીર ગર્જના કદી કદી થાતી,
તે સુણી આત્મમયૂર કરે કેકારવ મ્હારો,
રવ બે મળી ગમ્ભીર નાદ ઊપની ર્‌હે ન્યારો ! ૪




સરિત્સંગમ

સીતાના મહિનાની ચાલ

ગાન મધુરું કરી ઉછરંગે હર્ષનદી નાચતી,
ઘોર શોકસરિત ગમ્ભીર ઘુઘાટે વહી જતી,
એ બે સરિત તણાં જ્યહાં નીર ભળે એકમેકશું,
ન્હાની પર્ણકુટીમાં તે ઠામ નિરન્તર હું વસું. ૧

મુજ વાસ નિરન્તર આંહિં ભલે ઠરીને રહે,
પ્રિય ! તુજ સંગબેશી હું ત્યાંહિં નિરખું નદિયો વહે;