પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૧ )



પણ તારક ઉત્તમ કાર્ય કરે,
બની કાવ્યપદો કંઈ બોધ ઝરે,
લખ્યું કાવ્ય જ જે ગગને વિધિયે,
ધરી મર્મ ગભીર કલાનિધિયે. ૮




અનુત્તર પ્રશ્ન

[૧]ગરબી

આ અણગણ તારાનૅન ભર્યાં અદ્‌ભૂત તેજે,
તે નૅને કંઇ કારમી દૃષ્ટિયે નિરખે જે; ૧

ગમ્ભીર શી રજની શ્યામ વિશ્વ લેતી વીંટી,
વિસ્તારી નિજ પટ આમ શામળું અણદીઠી; ૨

કંઈ તીણા તમરાંનાદ વડે ઝણઝણ શી કરે,
કો સ્મશાન દેવી સમાન ભયંકર રૂપ ધરે; ૩

પૂછ્યો નહિં કોઈ જને પ્રશ્ન પૂછું તુજને:-
કદી ગૂઢ ભાવિનું રૂપ બતાવીશ તું મુજને ? ૪

ચંદા ચળકંતાં સ્મિતો વ્યોમ જે વેરંતી,
નિજ ઉજ્જવળ પટમાં ભૂમિ-સખીને ઘેરંતી; ૫

શીતળ કંઈ થળ થળ અમી વરસતી પ્રેમભરી,
સ્થાવર જઙ્ગમ જગ સકળ ઠારતી શાન્તિ કરી; ૬


  1. ઈતિહાસની આરશી સાહી મ્હેં જોયું માંહિં,
    થિરપાવર દીઠું ન કાંઈ ફરસી છે છાઈ – એ ચાલ