પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૪ )

કરેણા

તોટક

તૃણશૂન્ય સૂકી ગિરિભૂમિ વિશે
સહસા મીઠી આ રચના શી દીસે !
લઘુ-સ્ત્રોતપટે મળી એકરસે
શું અનન્ત કરેણકુસુમ હસે ! ૧

મૃદુ રંગ ગુલાબી મુખે વિલસે
શી પ્રભાતરવિદ્યુતિ ત્યાંહિં વસે !
સહુ ટોળું મળી અહિં રંગરસે
રમતાં રમતાં શું હસે જ હસે ! ૨

શીળી વૃક્ષઘટા લઘુ સ્રોત પરે
રચીને પ્રકૃતિ અતિ પ્રેમભરે
કંઈ ન્હાનકડો અહિં બાગ રચ્યો,
તહિં આ ફૂલનો સુખરંગ મચ્યો. ૩

ગિરિટોચ થકી ઊતરી સઘળી
ગિરિદેવી શકે અહિં આવી મળી
રમવા રસભેર સુબાગ વિશે !
ત્યમ આ ફૂલડાંતણું જૂથ દીસે. ૪