પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૫ )

સહુને જહિં ધીર સમીર ચૂમે,
સ્મિત મન્દ રમે કુસુમે કુસુમે;
સરલા કંઈ ગ્રામકુમારીસમે
અહુને મુખ કૌતુકહર્ષ રમે. ૫

પ્રકૃતિજનની થકી પ્રેમભરે
ફૂલડાં સઘળાં અહિં આ ઊછરે,
નહિં કૃત્રિમ બન્ધન કાંઈ ધરે,
શું સ્વતન્ત્ર સુખે રમતાં જ ફરે ! ૬

નિરખી ફૂલ આ મન ઊર્મિ ઊઠે;-
મનુજે ક્યમ આ ધરણીની પીઠે
પ્રકૃતિજનનીની ઉછેર તજી,
નિજકૃત્રિમબન્ધનબેડી સજી ? ૭



આશાપંખીડું

સીતાના મહિનાની ચાલ

આશાપંખીડું મ્હેં તો પૂર્યું કનકમય પાંજરે,
રમ્ય રંગ ધરંતું અનેક, જેવો મેધ સાંઝરે;
ઝીણી ચંચૂ સુવર્ણની મેખસમી શી ઓપતી !
ઇન્દ્રધનુરંગધારી એક કલગી શિર શોભતી; ૧