પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૬ )


ધોળી બરફ્શી ડોકની મધ્ય સુનેરી કાંઠલો,
આસમાની પાંખની માંહિં પચરંગી ચાંદલો,
પીંછે કરમજી રંગ સોહાય, ને ચરણ સુવર્ણના,
હીરાસરિખાં બે ઝીણા નૅન ચમકચમકે ઘણાં; ૨

સુવાળું શુ હેનું શરીર ભર્યું દિવ્ય કાન્તિયે !
પણ બદલી ઘડી ઘડી રંગ મ્હને નાંખે ભ્રાન્તિયે;
વળી અમૃતશું મીઠું ગાન કરે દિવ્ય પંખીડું,
ત્ય્હારે નાચંતું ભૂલી ભાન હઇડું મુજ મૂરખું. ૩

પણ એક દિવસ એ તો, હાય! ઉડીને ચાલિયું,
તોડી કનકનું પંજર ત્યહાં ય, રહ્યું નવ ઝાલિયું;
તોએ ગાન કરંતું જાય, પાછળ દોડ્યો જાઉં હું,
પણ એ તો નવ પકડાય, અધિક લલચાઉં હું; ૪

ઊડી પેઠું એ એક દિવ્ય હતું વન તે મહિં,
હું પણ રવ-અનુસારે ઘાઈ પેઠો ત્યહાં તો સહી;
દીઠું બેઠું ગુલાબને છોડ, ગયો હું ઝાલવા;
ઊડી બેઠું બીજે ઝાડ; ગાઈ લાગ્યું મ્હાલવા; ૫

વૃક્ષે વૃક્ષે, છોડે છોડ, મુને ભટકાવિયો,
આવ્યું તોએ એ નવ હાથ, અધિક અકળાવિયો;
અંતે બેઠું ઊંચી ડાળ, પછી લાગ્યું બોલવા:-
"અરે મૂર્ખ મનુજના બાળ! ફાંફાં શાં આ મારવાં ! ૬