આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫ )


ત્હેમને મન “ફૅશન”માંથી ઊતરી ગયેલો પદાર્થ ફરીથી રજૂ કરવાની ધૃષ્ટતા આજ હું કરુંછું. બાકી ગુજરાતની સાહિત્ય- રસિક પ્રજાને કવિતાના વિષયમાં પણ “ફૅશન” ની પૂજનારી ચંચલ વૃત્તિની નારીની કક્ષામાં મૂકવાનું અપમાન હું તો નહિં કરું. તેમ જ કવિત્વનાં સનાતન સ્વરૂપો અને આત્મતત્ત્વો કાળના ફેરફારને વશ હોય એ પણ માનતે સંકોચ લાગેછે. પછી આ કાવ્યસંગ્રહમાં સ્થાયી કવિત્વના અંશો નહિં હોય તો ભલે તે યોગ્ય વિસ્મરણના અન્ધકારમાં ડૂબી જાઓ. તે માટે ખેદ વ્યર્થ જ થશે; અને તે ખેદ કરવાનો સમય હજી નથી આવ્યો એટલું આશ્વાસન છે.

ઉપરના પ્રસંગના કેટલાક માસની પૂર્વે એક મ્હારા તરુણ મિત્રે એક માસિકમાં અમુક વર્ષના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરતાં મ્હારી એકંદર કવિતા ઉપર દોષૈકદર્શી અને વૃથા આરોપો ખડક્યા હતા, અને ભવિષ્યમાં એ વિશે સવિસ્તર ચર્ચા કરી “રા. મણભાઈ તથા રસિંહરાવે” કવિતા સંબન્ધી ભૂલ્યભરેલા સિદ્ધાન્તો ફુલાવ્યાછે ત્હેનું ખંડન કરવાનું વચન પણ આપ્યું હતું. એ મિત્રે હજી સૂધી એ વચન પાળ્યું નથી, તેમ જ મ્હારી કવિતા ઉપર મૂકેલા આક્ષેપેનું સમર્થન કર્યું નથી, તેથી મ્હારે સુધરવાનો માર્ગ