પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૫ )

વ્હાલી ! મુજતુજ જીવન આ બે એકઠાં
માળિયાં નિરખીને રહું હું આનન્દમાં. ૯




કર્તવ્ય અને વિલાસ

શિખરિણી

"મીઠી શીળી ત્હારી અમી વરસતી કાન્તિ કુમળી,
અને પ્રેમે ભીનાં નયન મધુરાં,-બે અહિં મળી
મ્હને રાખે કેદી કરી તુજ સમીપે, મુજ કળી !
તથાપિ દે જાવા સબળ મૃદુ બન્ધેથી નીકળી. ૧

ઘડ્યાં કર્તવ્યો જે મનુજશિર મૂક્યાં જગપતિ,
ઉવેખ્યાં એ જાએ ક્યમ કરી પ્રિયે ક્‌હે મુજ થકી ?
વિલાસો પ્રેમીલા નવ ગણું કદી નીરસ વળી,
અરે તોએ આજ્ઞા શિર ધરવી જે જાય ન ટળી. ૨

વિલાસો રાખ્યા છે અનુપમ ભરી આગળ બીજા,
રમી ઝીલીશું તે અહિં થકી વિસામો લઈશું જ્ય્હાં;
નહિં ત્ય્હાં તો બીજો શ્રમ કંઈ, ત્યહાં તો ચિરલગી
તણાયા જાવાનું સુખસરિતમાંહિં, પ્રિયસખી !" ૩

“અરે કય્હાં છે, ક્‌હો, એ, નહિં સહજ વાહી જઈશ હું.”
“નથી દીઠા ત્હેં શું ? સુણ્ય, સુણ્ય, અધીરી ! સહુ કહું.–