આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૬ )

હાલ તો નથી; એટલે એ યુવકની પણ ક્ષના માગીને હાલ સંતાષ માનુંછું.

બાકી એટલું તે જમાનાનાં ચિહ્‌નોમાંથી દર્શન થાય છે ખરું કે (pseudo-Sufism) કૃત્રિમ સૂફીવાદનો લેબાશ પ્હેરનારી કવિતા હમણાં હમણાં સાહિત્યના બજારમાં સ્હેલી હોવાની સાથે સસ્તી થઈ છે; તેમ જ દેશાભિમાન વગેરે સંકુચિત ભાવોનાં ગાનો લોકોનાં અન્તઃકરણને, ખુશામદની મારફતે, આકર્ષણ કરતાં થયાંછે. દેશાભિમાનના વિષય કવિત્વના વ્યાપારમાં પ્રવિષ્ટ ના થાય. એમ ક્‌હેવાનો હેતુ નથી. પરંતુ પરમ પિતાની વિસ્તીર્ણ માનવ પ્રજાનાં જીવનતત્ત્વોની આગળ એ વિષય નિર્વિવાદ રીતે સંકુચિત જ ગણાશે; તેમ કવિતા એ વિષયને સમર્થ રીતે છેડી સકે તે પ્રસંગો અને પ્રકારો વિરલ જ છે; કવિતાના ચિરસ્થાયી વિષયો–માનવ હૃદયનાં અને સૃષ્ટિનાં ઊંડાણો અને સંચલનો—તે તો કવિત્વનાં સનાતન તત્ત્વો જોડે નિરંતર જોડાયેલાં હોઈ એ વિષયની કવિતા સર્વકાલીન થવાને પાત્ર ગણાશે. રસિક વર્ગ આગળ આ ચૉથી વાર રજૂ કરવામાં આવતાં કાવ્યોમાં એ ચોગ્યતા અલ્પાંશે પણ હશે તો હું સુભાગ્ય ગણીશ; નહિં હોય તો, ઉપર કહ્યું, તેમ ભલે એ વિસ્મરણના અન્ધકારમાં વિલીન થાઓ !