પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૫ )

નૅન મીઠડાં ઝરંત અમી ધીરે,
સ્મિત મધુરું વહે શીતળી લહેરે. ૧

દેખું હેવી ત્હારી કાન્તિમાંહિ રમ્ય
ત્હારી પ્રેમનદીકેરું પ્રતિબિમ્બ,
વ્હેતી જે'ની મન્દ લહરિ ગાન લેતી
પ્રેમ-અનિલ ચૂમે મુજ જો રસેથી, ૨

નિકર શબ્દ વિણ સર્વદા જતી એ,
વ્હેતી છાની તરુકુંજ મૃદુગતિએ;
સિન્ધુ સરીખો ઘુઘાટ નવ કરંતી,
મહાનદસમાન નાદ ના ધરતી. ૩

નેમ શાન્ત કાન્તિમાંહિં જે રમંતો,
ત્હારી ધીરી પ્રેમસરિતામાં ભમંતો,
સદા શાન્તરૂપ તેહવું જ, વ્હાલી!
ધીર અન્તરાત્મ તુજ રહે ધારી. ૪




પ્રેમીજનનો મંડપ

શિખરિણી

ગૂંથી ડાળી ડાળી ભીડી સજડ આલિઙ્ગન ત્હમે
રહ્યાં છો વીંટાઈ, નહિં અલગ થાશો વળી ક્યમે;