આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭ )


એક ન્હાની વાતનો ખુલાસોઆજ ઉમેરવો ઇષ્ટ લાગે છે. આ કાવ્યસંગ્રહ પ્રથમ પ્રગટ થયો તે વખતે પ્રસ્તાવનામાં તેમ જ મુખપૃષ્ઠ ઉપર ‘સંગીત કાવ્યો’ એ શબ્દ મ્હેં યોજ્યો હતો. તે શબ્દની યોગ્યાયોગ્યતાની પરીક્ષા કરી એ શબ્દ તરફ રા. મણભાઈ હીપતરામે અરુચિ દર્શાવી હતી.❋ [૧] આ વિશે વિસ્તારથી ચર્ચા સ્વતંન્ત્ર લઘુ લેખમાં કરવાની હું ઇચ્છા રાખું છું.§ [૨] અહિં લંબાણ અને અપ્રાસંગિકતા અનિષ્ટ છે. આ સ્થળે માત્ર એટલું જ કહુંછું કે ‘સુબોધચિન્તામણિ’ના વિવેચનમાં† [૩] તેમજ ‘કાન્તા’ નાટકના વિવેચનમાં‡ [૪] સ્વ.વલરામભાઇયે ‘સંગીત કવિતા’ શબ્દ lyric ના અર્થમાં વાપર્યો જણાયછે, તે તરફ મ્હારું લક્ષ બે એક માસ ઉપર ગયુ. મ્હેં શબ્દ યોજ્યો તે વખતે વલરામભાઇએ યોજેલા શબ્દના સંસ્કાર મ્હારા મગજમાં હશે કે કેમ તે પૃથક્કરણ કરવું અશક્ય છે. ગમે તેમ હો, પરંતુ એ શબ્દયાજનાને વલરામભાઇ તરફથી સ્વતંત્ર રીતે પુષ્ટિ મળેછે.

સતારા જિલ્લો
તા. ૨૨-૧૨-૧૨.
નરસિંહરાવ ભોળાનાથ.
}

  1. ❋“કવિતા અને સાહિત્ય” પૃ. ૨૧ જુવો.
  2. § સંગીત કાવ્ય ને સંગીતને સંબન્ધે ‘સંગીત મંજરી’ ના સંગ્રાહક રા. હિ. ગ. અંજારિયાએ પોતાના ઉપેાદ્‌ઘાતમાં કેટલીક અવ્યવસ્થા ઉપજાવનારી શબ્દયોજના તથા ચર્ચા કરેલી છે. તે પણ ઉપર કહેલા લઘુ લેખમાં તપાસવાની ઉમેદ રાખું છું.
  3. † નવલગ્રન્થાવલિ ભાગ ૨ જો પૃ. ૨૨પનું જુવો.
  4. ‡નવલ ગ્રન્થાવલિ ભાગ ૨ જો પૃ. ૧૮૮મું જુવો.