આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૮ )


ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

આ આવૃત્તિનો પ્રસંગ કાંઇક વ્હેલા આવ્યો તેથી ગુર્જર પ્રજાનો આભાર માતા જોઈશે.

બીજી આવૃત્તિમાં અને આ આવૃત્તિમાં મહત્ત્વના ફેરફાર કશો નથી. માત્ર એક બે કાવ્યોનાં નામ ફેરવ્યાંછે. ‘માનવબુદ્‌બુદ્’ (પૃ. ૨૨), અને ‘પ્રેમીજનનો મંડપ’ (પૃ. ૫૫), એ બે નામો અસલનાં દીર્ઘસૂત્રી નામને બદલે મૂક્યાંછે તેથી સુગમતા થશે.

લેખન પદ્ધતિમાં આ કાળના મ્હારા કાયમ જેવા થયેલા વિચાર પ્રમાણે કવચિત્ ફેરફાર કર્યો છે, તે તરત જણાઈ આવશે.

ઈ. સ. ૧૯૦૭.
નરસિંહરાવ ભોળાનાથ.
 


બીજી આવૃત્તિની પ્રસ્તાવના

કુસુમમાળાની પ્રથમ આવૃત્તિ છપાયા પછી ચૌદે વર્ષે બીજી આવૃત્તિ કાઢવાનો પ્રસંગ આવ્યોછે, કેટલીક મુદ્દતથી એ પુસ્તક માટે માગણી ઘણે સ્થળેથી થવાને લીધે બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો નિશ્ચય કરતાં ત્હેમાં જરૂર જેટલા ફેરફાર કરવા આવશ્યક લાગ્યા. મર્હત્ત્વના ફેરફાર કશા નથી. જોડણી સુવ્યવસ્થિત કરીછે, તથા કેટલાક શબ્દોના ફેરફાર કર્યાછે.