પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૨ )


આ વેળ અનુપ આ સ્થાન વિશે અદભૂત પસર્યું
કઇ ગૂઢ અલૌકિક સત્વ જેહ નવ જાય કળ્યું. ૯

પસરિયું એ સરિતાવે, પસરિયું તરુકુંજે,
પસર્યું ગઢબુરજો પરે, પસરિયું જળપુંજે. ૧૦

એ ગૂઢસત્વપ્રતિબિમ્બ પડ્યું મુજ હ્રદય પરે,
હા ! શબ્દમૂર્તિ શી રીત્ય એ પ્રતિબિમ્બ ધરે ? ૧૧

ઓ સરિતા ! ને ઓ ચંદ ! રજનીઓ દિવ્ય જ જો !
ઓ તરુરાજતણા વૃન્દ ! - સત્વ એ દાખવજો. ૧૨




ટેકરિયોમાં એક સાંઝનો સમય

[[૧] *ગરબી]

પંડ પાછળ પડ રચી ઊભા શિખર ગિરવરકેરાં,
રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયા અહિં ભેળાં; ૧

ઘેરી ઊભા આ ઉચ્ચભૂમિ, નિરખી ર્‌હેતાં
ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં. ૨

નિર્જન વનમાં આ વેળ શૂન્યતા શી વ્યાપી,
વ્યાપી પેઠી ગિરિહૃદય, શાન્તિસત્તા સ્થાપી. ૩


  1. ઈતિહાસની આરશીસાહી, મ્હેં જોયું માંહિ, થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાઈ'. -- એ ચાલ.