આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
બાહુબળથી ભાગ્ય પરીક્ષા


સિંહ તેની ગુહામાંથી બહાર ન આવ્યો એટલે કોપવશ થઇને સુલ્તાને માવતને એવી આજ્ઞા આપી કેઃ “આપણે હાથીને એ વૃક્ષઘટાના મુખભાગમાં લઈ જઈને ઊભો રાખો.” આજ્ઞા પ્રમાણે માવતે હાથીને ત્યાં લઈ જઈને ઊભો રાખ્યો એટલે સુલ્તાને પોતાના ભીષણ તથા કર્કશ સ્વરથી આકાશભેદક ગર્જના કરીને કહ્યું કેઃ “અરે કૂતરા, આમ ગુફામાં લપાઈને બેસી શું રહ્યો છે ? જો તું ખરેખરો શેર હોય, તો નીકળી આવ બહાર અને મરવા માટે થઈ જા તૈયાર ! આજે તારા શિકારમાટે સુલ્તાન બેગડો પોતે આવેલો હોવાથી તારા દિવસો ગણાઈ ચૂક્યા છે, એમ જ તારે માનવાનું છે. તું ઘણાકોના હાથમાંથી છટકી ગયો છે અને નિઃશસ્ત્ર તથા ભીરુ મનુષ્યની નિર્ભયતાથી હત્યા કરતો રહ્યો છે, પણ આજે હવે આ શેર સુલ્તાનના હાથમાંથી કોઈ પણ ઉપાયે તું છટકી શકે તેમ નથી !”

મહાભિમાની મૄગપતિ કેસરીના કર્ણોમાં સુલ્તાન બેગડાનો ધ્વનિ આવીને અથડાયો અને પોતાને 'કૂતરા'નું સંબોધન અપાયલું તેણે સાંભળ્યું એટલે પછી તે પોતાના ક્રોધને શમાવી શક્યો નહિ અને તેના પ્રાણ લેવામાટે વિશાળ સૈન્ય આવેલું હોવા છતાં તેની લેશમાત્ર પણ ભીતિ ન રાખીને તે પરાક્રમી સિંહરાજ પિતાની મહાભીષણ ગર્જનાથી આકાશ તથા પૃથ્વીને કંપાવતો અને સર્વના હૃદયમાં મરણના ભયાનક ચિત્રને આલેખતો બે છલાંગ સાથે તે વૃક્ષઘટાના મુખભાગમાં આવીને ઊભો રહ્યો અને જાણે પોતાને 'શ્વાન'ના સંબોધનથી બોલાવનાર સુલ્તાતાન પાસેથી તે અપમાનનો બદલો લેવાને તલસી રહ્યો હોયની ! તદત્ સુલ્તાનને તેની અંબાડીમાં તાકી તાકીને જોવા લાગ્યો. નરપતિ તથા મૃગપતિના યુદ્ધની ભયાનક વેળા આવીને ઉપસ્થિત થઈ. પરંતુ આશ્ચર્યનો વિષય તો એ હતો કે તે વનરાજને પોતાની ગુહામાંથી ગર્જના કરીને બહાર નીકળતો જોઇને સુલ્તાનના સૈનિકોમાં તેમ જ અન્યાન્ય જનોમાં નાસભાગનો આરંભ થઈ ગયો; કારણ કે, સર્વના મનમાં પોતપોતાના પ્રાણની ચિન્તા હોવાથી અગ્રભાગે રહીને સર્વથી પ્રથમ તે સિંહપર તલ્વાર, તીર, ભાલો, બંદૂકની ગોળી કે અન્યાન્ય શસ્ત્રાસ્ત્ર ચલાવવાની કોઇની પણ હિંમત ચાલી શકતી નહોતી. સિંહનો એવો સ્વભાવ જ હોય, છે કે તે પોતાના સમબળ શત્રુ પર અથવા તો બળમાં પોતાના કરતાં પણ અધિક બળવાન ગણાતા પ્રાણીપર પ્રથમ આક્રમણ કરે છે અને તેમાં પણ ગજરાજ તેનો સ્વાભાવિક શત્રુ હોવાથી ગજરાજનાં ગંડસ્થળોને વિદારવામાટે તો તે નિમેષ માત્રમાં જ તત્પર થઈ જાય છે અર્થાત્ સિંહની વક્ર