આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
ઉપસંહાર

તે સાંભળીને ખેંગારજીએ સાયબજીને સંબોધીને કહ્યું કે: “ભાઈ, આ રામરામ નથી, પણ વૈરનો બદલો લેવામાટેની પ્રાર્થના છે; જસાજીએ તમારા વિના પોતાના વૈરનો બદલો શત્રુ પાસેથી લેનાર બીજો કોઈ જોયો નથી અને તેથી જ મરતાં મરતાં તમને રામરામ કહેવડાવ્યા છે; અર્થાત્ હવે તમો રાયસંગજીનો વધ કરી નાખો, એ જ તમારું કર્ત્તવ્ય છે.” જયેષ્ઠ બંધુની આવી આજ્ઞા થતાં જ સાયબજી પોતાના બાહુબળ તથા મચ્છુકાંઠાના દેદાઓની સહાયતામાં વિશ્વાસ રાખીને અલ્પ સૈન્ય સહિત ફૂલ આમરને સાથે લઈ હળવદપર ચઢી ગયો. આ વાર્તાની રાયસંગને જાણ થતાં તે પણ સામો ચઢી આવ્યો અને તેના પરિણામે માળીઆ પાસે એક તુમુલ યુદ્ધ થયું. એ વેળાયે ફૂલ આમરને દેદાઓને બોલાવવામાટે દહિસરે મોકલ્યો હતો, તે ત્યાંથી પાછો આવ્યો નહેાતો અને અહીં તો કાપાકાપીનો વ્યવસાય આરંભાયો; છતાં સાયબજી ઈશ્વરમાં વિશ્વાસ રાખીને એ યુદ્ધમાં મરણીઓ થઈને લડ્યો અને પોતાની પ્રતિષ્ઠા જવા ન દીધી. એ યુદ્ધમાં શત્રુ પક્ષના એક પટાબાજના હાથે સાયબજીના શરીરમાં ઘણા જખ્મ થયા અને તેનો જમણો હાથ પણ કપાઈ ગયો; તેમ છતાં તેણે અનેક મનુષ્યો-શત્રુપક્ષના સૈનિકો-ના પ્રાણ લીધા અને ત્યાર પછી તે પોતે પણ રણમાં પડ્યો. રાયસંગજી રણભૂમિમાં ફરતો ફરતો સાયબજી જ્યાં પડ્યો હતો ત્યાં આવ્યો; અદ્યાપિ સાયબજીના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા નહોતા એટલે પડ્યા પડ્યા જ સાયબજીએ ડાબા હાથથી તેનાપર પોતાના ખાંડાનો ઘા કર્યો અને તેથી રાયસંગજીના બન્ને પગો કપાઈ જતાં તે પણ ભૂમિપર પછડાઈ પડ્યો. તે જેવો પડ્યો કે તત્કાળ પોતાના કપાયેલા હાથની ઠુંઠથી તેને પછાડીને સાયબજી તેની છાતી પર ચઢી બેઠો; પરંતુ હાથમાંથી અતિશય રક્ત નીકળી જવાથી તે વેળાયે જ તેના પ્રાણ તેના શરીરમાંથી નીકળી ગયા અને તે સ્વર્ગના માર્ગનો પ્રવાસી થયો. પછીથી ફૂલ આમર દહિસરાના દેદાઓ સહિત આવી પહોંચ્યો અને તે રાયસંગજીની છાવણીને લૂટી લઈને ભુજનગરમાં પાછો વળી આવ્યો. એ લૂટમાં રાયસંગજીના નગારાની એક જોડ પણ ભુજમાં આવી હતી.

રાયસંગજીને રણક્ષેત્રમાંથી નાગાઓની જમાત ઊપાડી ગઈ અને જ્યારે તે સાજો થયો ત્યારે પાછો હળવદમાં આવ્યો; પરંતુ રણક્ષેત્રમાં તેને મરી ગયેલો માનીને તેની રાણીઓએ ચૂડાકર્મ આદિ કરી નાખેલું હોવાથી અને તે સમયના લોકોના વિચારો વિલક્ષણ પ્રકારના હોવાથી જેનું ચૂડાકર્મ થઈ ગયું છે, તેને જો નગરમાં આવવા દઈશું, તો તેથી